• નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ-વચેટિયાઓને ત્યાં તપાસ
  • હાઇવે પ્રોજેક્ટનાં કામોમાં કટકી, ગુજરાતમાં સુરત અને હજીરામાં પણ CBIના દરોડા
  • 1.1 કરોડના જ્વેલરી, 45 લાખની એફડી 4.5 કરોડની ગોલ્ડ જ્વેલરી જપ્ત

WatchGujarat.સીબીઆઇ નવી દિલ્હીના અધિકારીઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 9 અધિકારીઓ, વચેટિયાઓ, પ્રોજક્ટનું કામ કરનાર પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ મળીને 22 સામે ભ્રષ્ટ્રાચાર અન્વયે ગૂનો દાખલ કરીને 22 સ્થળે દેશભરમાં દરોડા પાડ્યા છે. ગુજરાતમાં સુરત અને હજીરામાં પણ ખાનગી કંપનીના ડાયરેક્ટરોને ત્યાં પણ દરોડા પાડ્યા છે.

મિડીયા રિપોર્ટ મુજબ 2008-2010માં સુરત હજીરા નેશનલ હાઇવે નંબર-6,કિશનગઢ- અજમેર-બિયાવર હાઇવે પ્રોજેક્ટ અને વારાણસી-ઓરંગાબાદ હાઇવે પ્રોજેક્ટનું કામ ખાનગી કંપનીઓને સોપ્યુ હતુ. સીબીઆઇની સુરતમાં છેદી રામ ભવન યાદવની કમલ કન્સ્ટ્રશન અને હજીરાની સોમા આઇસોકેસ તેમજ ટોલ-વે પ્રાઇવેટના ડાયરેક્ટર સામે પણ ગુનો દાખલ કરીને દરોડા પાડીને મોટી માત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યા છે.

દિલ્હી, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં 22 સ્થળે દરોડા પાડીને મોટીમાત્રામાં મિલકતો ખરીદી હાવાના દસ્તાવેજો જપ્ત કર્યા છે. 1.1 કરોડની ગોલ્ડ જ્વેલરી ઉપરાંત 4.5 કરોડની ગોલ્ડ જ્વેલરી દરોડા દરમ્યાન જપ્ત કરી છે. સરકારી અધિકારીઓને રહેઠાણે દરોડા પાડીને બેન્કની પાસબુકો અને લોકરો સીઝ કર્યા છે. દરોડામાં 45 લાખની એફડી પણ જપ્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  હાઇવે પ્રોજેક્ટના કામોમાં કટકી મુદ્દે સીબીઆઇ હરકતમાં આવી ગયુ છે. તેમજ નેશનલ હાઇ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા અધિકારી વચેટિયાઓ સહિતના 22 સામે ભ્રષ્ટ્રાચાર અન્વયે ગુનો દાખલ કરી સુરત, હજીરામાં પણ તપાસ શરૂ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners