• મહિલા કેળા લેવા ઉભી રહી અને બાઈક સવાર બે તસ્કરો તેનો અછોડો ટોળી નાશી ગયા
  • ગોરવા વિસ્તારમાં કેળા લેવા ઉભેલી મહિલાનો અછોડો તુટ્યો
  • તસ્કરો મહિલાની પાછળથી આવી રૂ.30 હજારની કિંમતનો સોનાનો અછોડો ટોળી નાશી ગયા
  • ગોરવા પોલીસે સમગ્ર બનાવ અંગે ચેન સ્નેચીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. રસ્તા ઉપર નિકળતા હવે રહેજો સાવધાન ગોરવા વિસ્તારમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. ગત રોજ ગોરવા વિસ્તારમાં જ બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે આજે ગોરવાના પ્રિતી એન્કલ્વ ચાર રસ્તા પાસે કેળા લેવા ઉભેલી મહિલોનો અછોડો તુટ્યો હોવાનું સામે આવ્યું છે. ગોરવા પોલીસે મહિલાની ફરિયાદ લઈ બે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચેન સ્નેચીંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફ્રુટની લારીએ ઉભેલી મહિલાનો તુટ્યો અછોડો

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં અમીત પાર્ટી પ્લોટ પાસે આવેલ મીત બંગ્લોઝમાં રહેતા સવિતાબેન જગદીશભાઈ ચૌહાણ આજે બપોરના બાર વાગ્યાની આસપાસ ગોરવાના પ્રિતી એન્કલ્વ ચાર રસ્તા પાસે ઉભેલ ફ્રુટની લારી પર કેળા લેવા ઉભા હતા. દરમિયાન પાછળથી બે અજાણ્યા ઈસમો બાઈક પર આવી સવિતાબેનનો સોનાનો અછોડો રૂ.30 હજારની કિંમતનો ખુલેઆમ ટોળીને નાશી ગયા હતા.

મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

બનાવ બનતા સવિતાબેને સ્થળ પર બુમાબુમ કરી મુકી હતી અને તેઓ ખુબ ગભરાઈ ગયો હતા. મળતી માહિતી મુજબ તસ્કરો પ્રિતી એન્કલ્વ ચાર રસ્તા તરફથી આવી રાજેશ ટાવર રોડ તરફ ગયા હતા. પોલીસ સુત્રાના કહેવા મુજબ તસ્કરો હજી સુધી પકડાયા નથી અને તેઓને પકડી પાડવા પોલીસ નજીકના સીસીટીવી ફુટેજ વગેરે જેવાની મદદ લઈ રહી છે.

સમગ્ર બનાવ અંગે સવિતાબેને ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચેન સ્નેચીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud