• વાયરસ પ્લાસ્ટિક પર લાંબા સમય સુધી જીવિત રહે છે
  • કોરોનાથી રિકવર થયા બાદ તરત બદલો ટૂથબ્રશ
  • ફરીથી સંક્રમિત થવાનો ખતરો ઘટશે

WatchGujarat. સામાન્ય રીતે એક સારી આદત એ છે કે દર 3 મહિને ટૂથબ્રશ બદલી લેવું જોઈએ, પરંતુ ખાસ કરીને કોરોના બાદ તેમાં જરા પણ મોડું ન કરો. તેને તરત જ બદલી લો તે જરૂરી છે. માનવામાં આવે છે કે વાયરસ પ્લાસ્ટિક પર લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. આ માટે સુરક્ષિત રહેવા માટે તમારે તેને બદલી લેવું જોઈએ.

ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે

કોરોનાની ત્રીજી લહેરની સાથે ઓમિક્રોન પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્રીજી લહેર જીવલેણ સાબિત નથી થઈ રહી પણ વધારે સંક્રામક છે. જો તમે કોરોનાથી રિકવર થયા છો તો તમારે ઓરલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવું પડશે. રિકવર થયા બાદ ભૂલ્યા વિના ટૂથબ્રશ બદલવું. આ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ એ લોકોને જોખમમાં મૂકી શકે છે જે એક સાથે બાથરૂમ શેર કરો છો તો તમારે ખાસ ધ્યાન રાખવું.

શા માટે કોરોના રિકવરી બાદ ટૂથબ્રશ બદલવું

કોરોના રીકવરી બાદ ટૂથબ્રશ બદલવું એટલા માટે જરૂરી છે કે કોરોના પ્લાસ્ટિક પર વધારે લાંબા સમય સુધી જીવિત રહે છે. આ માટે તમારે તેને તરત બદલી દેવું જોઈએ. જો તમે ફરીથી સંક્રમણથી બચવા ઈચ્છો છો તો આ કામ ભૂલ્યા વિના કરી લો. સંક્રમણને રોકવા માટે નવું ટંગ ક્લીનર યૂઝ કરો. કોરોના ઈમ્યુન સિસ્ટમને ખરાબ કરે છે. સાથે જ તમારી ઓરલ હેલ્થ પર પણ અસર કરે છે. તેનાથી ડ્રાય માઉથ અને પેઢામાં ચાંદાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

શું કહે છે વિજ્ઞાન

WHOના અનુસાર વાયરસથી મુખ્ય રીતે સંક્રમિત વ્યક્તિના મોઢાથી નીકળતી નાની બૂંદોના માધ્યમથી પણ કોરોના ફેલાઈ શકે છે. જ્યારે તે ખાંસી ખાય, છીંકો ખાય કે વાત કરે ત્યારે તે મહત્ત્વનું બને છે. આ સિવાય વાયરસથી ઈન્ફેક્ટેડ જગ્યાઓને અડવાથી પણ તે સંક્રમિત થઈ શકે છે. આ કારણ છે કે ફક્ત હાથને ધોવું જરૂરી નથી સાથે તમામ જગ્યાઓને ડિસઈન્ફેક્ટ કરવી જોઈએ.

રીકવરી બાદ કેવી રીતે રાખશો પોતાનો ખ્યાલ

  • દાંતને બ્રશ કરતા પહેલા અને ફ્લોસિંગના સમયે હાથને સારી રીતે ધોઈ લો.
  • દિવસમાં 2 વાર બ્રશ કરો. ફ્લોસ કરો અને જીભને પણ સાફ કરતા રહો.
  • નિયમિત રીકે માઉથવોશનો ઉપયોગ કરો.
  • બાથરૂમને કોઈની સાથે શેર કરો છો તો વાયરસના પ્રસારને રોકવા માટે સિંકને ડિસઈન્ફેક્ટ કરતા રહો.
Facebook Comments Box

Videos

Our Partners