જો ચેક બાઉન્સ થાય તો પેનલ્ટી તરીકે રકમ ખાતામાંથી કાપી લેવામાં આવશે
ચેક બાઉન્સ પર તમાર ચેક જમા કરનારને જાણ કરવી પડશે, ઉપરાંત તે વ્યક્તિને એક મહિનામાં ચૂકવણી કરવી પડશે
બેંક દ્વારા ચેકને માટે અપૂરતા બેલેન્સજ નહિ પરંતુ અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પણ નકારવામાં આવે છે
ચેક બાઉન્સ એ સજાપાત્ર ગુનો છે, આ માટે બે વર્ષની જેલ થઈ શકે છે
WatchGujarat. આપણામાંથી ઘણા લોકો પેમેન્ટ કરવા માટે મોટાભાગે ચેકનો ઉપયોગ કરતા હોય છે. આવા લોકો માટે કેટલીક મહત્વની વિગતો આજે અમે જણાવીશું. ઉલ્લેખનીય છે કે ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે પેમેન્ટ કરવા માટે ચેક આપવામાં આવે પણ ખાતાના બેલેન્સનો ખ્યાન ન રહે અને તે ચેક બાઉન્સ થાય છે. આવા કેસોમાં મોટા ભાગે ચેકને માટે ખાતામાં પૂરતૂ બેલેન્સ નહિં હોય ત્યારે બેંક દ્વારા તેને નકારવામાં આવે છે. પરંતુ શું તમને જાણો છો કે ચેક બાઉન્સ થવાના કારણે તમારા પણ કાર્યવાહી પણ થઈ શકે છે.
તમને જણાવી દઈકે બેંક દ્વારા ચેકને માટે અપૂરતા બેલેન્સજ નહિ પરંતુ અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પણ નકારવામાં આવે છે. જેથી ચેક દ્વારા ચુકવણી પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીંતર દંડ ઉપરાંત સજાનો પણ સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ચેક બાઉન્સ થવુંએ ખૂબ ગંભીર મામલો છે. જેમાં ઘણી વાર જેલ જવાનો પણ વારો આવી શકે છે. જોકે ચેક બાઉન્સ થાય ત્યારે પેનલ્ટી લાગી શકે છે. પરંતુ ગંભીર ગુનાઓમાં જેલની સજા થતી હોય છે.
કઈ બાબતોના કારણે ચેક બાઉન્સ થાય છે
તમે જાણતા હશો કે ઘણી વકત એવું બને છે કે જ્યારે કોઈ બેંકને ચુકવણી માટે ચેક આપે છે, તો તે બેંક દ્વારા તેને નકારવામાં આવે છે. તેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ચેક બાઉન્સ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં મોટાભાગના કિસ્સાઓમાં ખાતાઓમાં પૂરતી રકમ ન હોવાના કારણે બેંક દ્વારા ચેકને નકારવામાં આવતો હોય છે. જ્યારે કેટલીક વાર ચેક પર સાઇનમાં તફાવત હોય તો પણ તે બાઉન્સ થઈ જાય છે.
ચેક બાઉન્સ થતાં બેંક અને લેણદાર દ્વારા શું કાર્યવાહી થઈ શકે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે કોઈ ચેક બાઉન્સ થાય ત્યારે બેંક દ્વારા તમારા ખાતામાંથી પેનલ્ટી તરીકે રકમ કાપી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચેક બાઉન્સ પર તમારે ચેક જમા કરનારને જાણ કરવી પડશે. આ ઉપરાંત તમારે તે વ્યક્તિને એક મહિનામાં ચૂકવણી પણ કરવી પડશે. પરંતુ જો એક મહિનાની અંદર ચુકવણી કરવામાં નહીં આવે તો તેને કાનૂની નોટિસ મોકલી શકાય છે. તમને જણાવી દઈએ કે આવા કિસ્સામાં જ્યારે નોટીસ મોકલ્યા પછી પણ જો તે 15 દિવસ સુધી કોઈ જવાબ ન આપે તો તેની સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ની કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. મહત્વનું છે કે ચેક બાઉન્સ એ સજાપાત્ર ગુનો છે. આવા કિસ્સાઓમાં જેતે વ્યક્તિને દંડ અથવા બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વાર દંડ અને બે વર્ષની કેદ એમ બંને સાથે સજાપાત્ર છે.
ઉલ્લેખનીય છે કે આવા કિસ્સાઓમાં તમારે 2 વર્ષની કેદ સાથે સાથે વ્યાજ સહિત રકમ ચૂકવવી પડતી હોય છે. તમને જણાવી દઈએ કે ચેક બાઉન્સ થાય ત્યારે બેંકો તમને રસીદ આપે છે. જેમાં ચેકના બાઉન્સ થવા પાછળનું કારણ આપવામાં આવે છે. આવા કિસ્સામાં તમારે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ ચેકની માન્યતા ત્રણ મહિના સુધી રહે છે. કારણ કે તેની સમય મર્યાદા સમાપ્ત થાય પછી તેના પણ કોઈ પણ કાર્યવાહી કરી શકાશે નહીં. જેથી ચેક પ્રાપ્ત થાય તેના 3 મહિનાની અંદર તમારે તેને કેશ કરાવી લેવો જોઈએ. જેથી તમારે આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે.