છોટાઉદેપુરના હાંડોદ ગામમાં દારૂના નશામાં વીજ પોલ પર ચડી ગયેલા શખસે એક કલાક સુધી ગામ માથે લીધું, લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા
સ્થાનિકોના અનેક પ્રયત્નો છતાં શખ્સ માન્યો નહીં, વીજ પોલ પરથી નીચે ઉતરવા તૈયાર નહોતો યુવક
ગામના સરપંચે પોલીસ તેમજ જી.ઈ.બી.ને જાણ કરી, વીજ પ્રવાહ બંધ કરી દેતા યુવકનો જીવ બચ્યો
પોલીસ આ શખસને સંખેડા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
WatchGujarat. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં એક શખ્સ આજે વીજ પોલ પર ચડી જતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. નશામાં ચૂર યુવકે આખું ગામ માથે લીધું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 10 વાગ્યા દરમિયાન એક શખ્સ ગામમાં આવેલા વીજના થાંભલા પર ચડી ગયો હતો. જેની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. નશાની હાલતમાં વીજ પોલ ચડેલા યુવકને નીચે ઉતારવા ગામ લોકોએ ભારે મથામણ કરી હતી. ગામના થાભલા પર વિજ વાયર પર ચઢી શોલે ફિલ્મવાળી થતા લોકોમાં એક તબક્કે ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
https://youtu.be/_ciE8XoyszU
યુવકની ધમાલના પગલે વિજ કંપનીના માણસો અને પોલીસને બોલાવવી પડી
આ અંગે જાણ થતાં હાંડોદ ગામના સરપંચ વિશાલ પટેલે સતર્કતા દાખવીને સ્થાનિક પોલીસ અને વિજ કંપનીને જાણ કરી હતી. જેથી સંખેડા પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ફ્યુઝ કાઢી નાંખતા વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. અનેક મથામણ બાદ પોલીસ અને જી.ઇ.બી.ના કર્મચારીઓએ આ શખ્સને વીજના થાંબલા પરથી નીચે ઉતાર્યો હતો. ઉલ્લેખનીય છે કે થાંભલા પર ટડી સ્ટન્ટ કરતો હોય તેમ યુવક વાયર પકડી બેસી રહ્યો હતો. જેને જોવા માટે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. વીજ પોલ પર ચડી ગયેલા આ શખ્સનું નામ દીલીપભાઈ જીતુભાઈ તડવી હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સે એક કલાક સુધી ગામ માથે લીધું હતું. સ્થાનિકોએ સમજાવવા છતાં શખસ માન્યો નહોતો અને તે વીજ પોલ પરથી નીચે ઉતરવા તૈયાર નહોતો. વીજ પોલ પર ચડી ગયેલો શખસે નશો કરેલો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ શખસને સંખેડા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર નશામાં ચૂર શખ્સ દીલીપભાઈ જીતુભાઈ તડવી આ ગામનો જ વતની છે. તેના અગાઉ 2 લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ થોડા સમય પહેલા તે ગામની જ એક યુવતીને ભગાડીને લઈ ગયો હતો. જે બાદ વિવાદ ઉભો થતા ગામના લોકોએ તેને મારવા પણ લીધો હતો. પરંતુ ગામના સરપંચ વિશાલ પટેલે સમાધાન કરાવ્યું હતું. જે બાદ આ દીલીપ નામક શખ્સ તેની સાથે ભગાડીને લઈ ગયેલ યુવતી સાથે ગામ છોડીને જતો રહ્યો હતો. જે બાદ તેઓ સૌરાષ્ટ્રમાં છેલ્લા 6 મહિનાથી ત્યાં જ મજૂરી કરતાં હતા. પરંતુ ભૂતકાળમાં આ યુવક જુગારના કેસમાં ઝડપાયો હતો. જેથી તાજેતરમાં કોર્ટનું સમન્સ આવતા તારીખમાં હાજરી આપવા આવ્યો હતો. ગામમાં પરત આવ્યો ત્યારે તેને મનમાં બીક હતી કે ગામના લોકો તેને ફરી મારવા લેશે. જેથી તેને નશો કર્યો હતો અને નશાની હાલતમાં આ યુવક વીજના થાંભલા પર ચડી ગયો હતો. જોકે વિજપ્રવાહ બંધ હોવાથી તેનો જીવ બચ્યો હતો.