• ગુજરાતમાં આદિવાસીઓની 9 થી 10 લાખ હેકટર જમીન ઉપર અવેધ કબજો
  • સરકારના વર્તન અને વલણ સામે છોટુ વસાવાનો બળાપો
  • ઝઘડિયા ધારાસભ્ય અને BTP સુપ્રીમો ફરી ભુમાફિયાઓને લઈ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર વરસ્યા
  • નેત્રંગમાં જ શકુર પઠાણે આદિવાસીઓની જમીન પચાવી પાડી હોય જેની ફરિયાદોનું પોલીસ નિરાકરણ નહિ લાવતી હોવાની પીડિતોની રાવ

WatchGujarat. ઝઘડિયા ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ વસાવાએ ફરી ભુમાફિયાઓ દ્વારા રાજ્ય અને દેશમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવાના ચાલતા ષડયંત્ર ઉપર ભાજપ સરકારના વર્તન તેમજ વલણ સામે રોષ ઠાલવ્યો છે. સરકારના ઈશારે પોલીસ આદિવાસીઓની ફરિયાદો નહિ લેતી હોવાનો આક્ષેપ કર્યો છે.

નવા વર્ષે ઝઘડિયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસીઓની જમીનો પચાવી પાડવાના રાજ્ય અને દેશમાં ચાલતા ષડયંત્રનો આક્ષેપ કરી ભાજપ સરકારના વલણ તેમજ વર્તન સામે ભારે નારાજગી ઠાલવી છે.

ગુજરાતમાં જ 9 થી 10 લાખ હેકટર આદિવાસીઓની જમીન અવેધ રીતે ભુમાફિયાઓએ પચાવી લીધી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. સરકારે પોલીસને આદિવાસીઓ ઉપર થતા અત્યાચાર અને જમીન પચાવી પડવાની ફરિયાદો નહિ લેવાનું જણાવી દીધું હોવાનું નિવેદન આપી કોર્ટ આવા મામલાઓમાં કમિશન બનાવી તપાસ સોંપે તેવી માંગ કરી છે.

ગુજરાત અને દેશમાં જમીનો છીનવી લેવાના ચાલતા ષડયંત્રને ભાજપ સરકાર જ અનુમોદન આપતી હોવાનો સીધો જ આરોપ છોટુભાઈ એ લગાવ્યો છે. સાથે જ નેત્રંગમાં જ કેટલાક આદિવાસીઓની જમીન શકુર પઠાણે પડાવી લીધી હોવાનું કહી પીડિતોને ન્યાય માટે તેઓએ માંગણી કરી છે. લેન્ડ ગ્રેબિંગની આદિવાસીઓની ફરિયાદ પોલીસ લેતી નથી અથવા લે છે તો કોઈ કાર્યવાહી કરતી નથી નો સુર પણ તેઓએ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા વાલિયા, નેત્રંગમાં છોટુભાઈ અને શકુર પઠાણ વચ્ચે ભારે ઘર્ષણ જામતું હતું. છોટુ વસાવા એ ફરી આદિવાસી પીડિતોને ભેગા કરી ભાજપ સરકાર સાથે કોંગ્રેસી શકુર પઠાણ સામે પણ ફરી કોલ્ડ વોર છેડી હોવાનું તેમના અને પીડિતોને નિવેદનો પરથી જોરશોરમાં ચર્ચાઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud