• મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પહોંચ્યા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું
  • વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે તેવી રાજ્યભરમાં અટકળો
  • આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે
  • અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી

WatchGujarat. ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈ અનેક રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. જેમાં અનેક પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ગુજરાતની રાજનીતિમાં નવા જુની કરવાની એંધાણ આપી ચુકી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં મોટા ઉલેટફેર જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે, જ્યારે તેમના નવા મંત્રીમંડળના સભ્યોને પણ તેમની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

જેમાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે, જોકે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે. આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા સંકેત અવાર નવાર મળી રહ્યાં છે. ત્યારે આ તમામ અટકળો પર આજે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ પૂર્ણ વિરામ મૂરી દીધી છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા ભાદરવી પૂનમ હોવાથી પરિવાર સાથે અંબાજીમાં દર્શાન કરવા પહોંચ્યા હતા. અંબાજીમાં દર્શન કર્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાતની ચૂંટણીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે. આ સાથે જ તેમણે ભક્તોને પણ અપીલ કરી કે તેઓ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે, અંબાજી માતા માટે તેમને અતૂટ શ્રદ્ધા છે અને સમયાંતરે તેઓ માતાજીના દર્શન કરવા આવતા રહે છે. અત્રે નોંધનીય છે કે, વિજય રૂપાણીએ પણ એક જાહેર સંબોધનમાં જણાવ્યું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે નહીં. પરંતુ ચૂંટણી રાબેતા મુજબ જ યોગ્ય સમયે જ યોજાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud