• રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કારણે એક ટેનિસ ખેલાડીની મોટી મુશ્કેલી દૂર થઈ છે
  • ટેનિસ ખેલાડી વિશેષ પટેલને મળતી સહાય છેલ્લા દોઢ વર્ષથી અટકી પડી હતી
  • અનેક રજૂઆત કરી હોવા છતા ખેલાડીને સહાય મળી રહી નહોંતી, આખરે CM ને રજૂઆત કરી
  • CM ને રજૂઆત બાદ માત્ર 2 જ દિવસમાં સહાયની રકમ બેંકમાં પહોંચી ગઈ – ખેલાડી વિશેષ પટેલ

WatchGujarat. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ટેનિસ ખેલાડીની મદદે આવ્યા છે. દોઢ વર્ષથી ખેલાડીની મળતી સહાય અટકી પડી હતી. જેને લઈને ખેલાડી અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. અનેક રજૂઆતો છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ખેલાડીએ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી હતી. રજૂઆત કર્યાના બે દિવસમાં જ મુખ્યમંત્રીએ તેનો નિવેડો લાવી આપ્યો છે.

દોઢ વર્ષથી અટકી પડી હતી ખેલાડીની સહાય

મળતી વિગતો અનુસાર ટેનિસ ખેલાડી વિશેષ પટેલ અને તેમનો પરિવાર છેલ્લા દોઢ વર્ષથી સરકાર દ્વારા મળતી સહાય માટે ધક્કા ખાઈ રહ્યો હતો. આ અંગે વિશેષ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેલાડી તરીકે મને સહાયની રકમ આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ રકમ અટકી પડી હતી. જે અંગે અમે અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં મને સહાય મળી રહી નહોંતી. આખરે આ અંગે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી તો માત્ર બે જ દિવસમાં અમારું કામ થઈ ગયું છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા ચપટી વગાડતા થઈ ગયું કામ

દોઢ વર્ષથી અટકી પડેલી સહાયના કારણે ટેનિસ ખેલાડી વિશેષ પટેલ હેરાન થઈ ગયા હતા. વિશેષ પટેલે મીડિયાને જણાવ્યું કે, અમે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કર્યા બાદ માત્ર 2 દિવસમાં સહાયની રકમ બેંકમાં પહોંચી ગઈ છે. દોઢ વર્ષથી જે કામ થઇ રહ્યું ન હતું, એ થઇ જતા ખેલાડીના પરિવારમાં ખુશીનો માહોલ  જોવા મળી રહ્યો છે. ટેનિસ ખેલાડી વિશેષ પટેલના કહેવા પ્રમાણે આ સહાય મળવાથી તેમને ખુબજ મદદ થઈ છે. વિશેષ પટેલ વધુ મહેનત કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનું નામ રોશન કરવા માંગે છે. આમ, મુખ્યમંત્રીની મદદના કારણે આજે એક ખેલાડીની મોટી મુશ્કેલી દૂર થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud