• મધ્યાહન ભોજનને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • 29 માર્ચથી રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ થશે
  • બજેટમાં મધ્યાહન ભોજન માટે 1400 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી

WatchGujarat.કેન્દ્ર સરકારે ભારતમાં કોરોનાને કારણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે, 28 મે ના દિવસે કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આવતીકાલથી રાજ્યમાં મધ્યાહન ભોજનની શરૂઆત કરાવશે.

આ અંગે  શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે બજેટમાં મધ્યાહન ભોજન માટે 1400 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આવતીકાલે ગૂરૂવારથી રાજ્યની તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા તેવી શિક્ષણવિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યુ હતુ કે મધ્યાહન ભોજન માટે અત્યાર સુધી વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમાં થતા હતા.મળવાપાત્ર અનાજ પણ મળતુ હતુ. પરંતુ હવે પ્રત્યક્ષ રીતે સ્કૂલમાં મધ્યાહન ભોજન લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ સમુહમાં ભોજન લઇ શકશેય

અત્રે ઉલ્લેખનીય છે કે  ભારત સરકાર મધ્યાહન ભોજન યોજનાના આ ઉદ્દેશ્ય હેઠળ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 12,000 કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ આપશે. કેન્દ્ર સરકારની આ નાણાકીય સહાયનો લાભ દેશની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીમાં અભ્યાસ કરતા લગભગ 11.8 કરોડ બાળકોને મળશે.

Facebook Comments Box

Videos

Our Partners