• બોડેલી તાલુકાના વણધા ગામ તરફથી લઇ કેદની આડમાં લઇ જવાતો હતો લાખોનો દારૂ
  • પોલીસે ચલામલી થી વણધા ચોકડી ઉપર વૉચ ગોઠવી દારૂ પકડી પડ્યો હતો
  • બોડેલી પોલીસે કુલ રૂ.2.29 લાખનો દારૂ કબ્જે કર્યો, અને કેળાની કુલ 105 લુમો રૂ.14 હજાર કિંમતની કબ્જે કરી
  • બોડેલી પોલીસે પકડાયેલ ઈસમો અને પકડવાના બાકી ઈસમો પર પ્રોબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના વણધા ગામ પાસેથી ટેમ્પામાં કેળાની આડમાં લઇ જવાતો કુલ રૂ.2.29 લાખનો દારૂ બોડેલી પોલીસે ઝડપી પડ્યો હતો. આ મામલે પોલીસે પકડાયેલ ઈસમો અને વૉન્ટેડ કરેલ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી હતી કે, ખાટીયાવાંટ તરફથી ચલામલી તરફ એક ટેમ્પામાં કેળાની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ચલામલી થી વણધા ચોકડી ઉપર વૉચ ગોઠવી હતી. અને બાતમીના આધારનો ટેમ્પો આવો પોલીસ કર્મીઓએ તેનો ઉભો રાખ્યો હતો. અને ટેમ્પાની તપાસ આદરી હતી.

પોલીસે તે ટેમ્પો ઉભો રાખી ટેમ્પાની પાછળની ભાગે જઈ જોતા ત્યાં કેળાની લુમોનો જથ્થો જોવા મળ્યો હતો. આ કેળાની લુમો આઘી પાછી કરી જોતા પોલીસને દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. તેની સાથે જ બોડેલી પોલીસે ટેમ્પામાં સવાર ત્રણ ઈસમોને દબોચી લીધા હતા. અને તેમનું નામ પૂછતાં જયદીપભાઈ દિનેશભાઇ ડાભી (ઉ.22વર્ષ)રહે(મયુરનગર,મોરબી) તથા વિનોદભાઈ કહેરભાઈ મકવાણા (ઉ.44વર્ષ)રહે(લીંબડી, સુરેન્દ્રનગર) અને ઉકેશભાઈ બીસીયાભાઈ ધાણકા (ઉ.27 વર્ષ)રહે(સિહાદા,છોટાઉદેપયુર) જાણવા મળ્યું હતું. પોલીસે આ ત્રણેય ઈસમોની ધરપકડ કરી હતી. અને તેમને બોડેલી પોલીસ મથકે લઇ આવ્યા હતા. ટેમ્પામાંથી કેળાની લુમો ગણતા કુલ 105 લુમો જેની કિંમત આશરે રૂ.14 હજારની પોલીસે કબ્જે કરી હતી.

આ સાથે પોલીસે ટેમ્પામાં લઇ જવાતો દારૂ જોતા કુલ 94 બોક્સ જોવા મળ્યા હતા. જેમાં 93 બોક્સ બિયરના અને 1 બોક્સ વીસ્કીનો અને તેની અંદરથી કુલ 2244 બોટલ જોવા મળી હતી જેની કિંમત આશરે રૂ.2.29 લાખની પોલીસે કબ્જે કરી હતી. આ દારૂ વિશે પકડાયેલ ઈસમોને પૂછતાં ઉકેશએ જણાવ્યું હતું કે, આ દારૂ અમને મધ્યપ્રદેશના ચાંદન ગામેથી વિકેશભાઈ (સોરવા ગામ માદયપ્રદેશ નજીકનો)એ ભરી આપ્યો હતો. અને પકડાયે વિનોદે જણાવ્યું હતું કે, આ ટેમ્પો કાળુભાઇ રાઠોડ રહે (વેગડવાવ, મોરબી)નો છે અને તેને મોડાસર નજીકથી દારૂ લાવવા એક ખેડૂત પાસે ગત રોજ કેળા લીધા હતા.

બોડેલી પોલીસે કેળાની આડમાં લઇ જવાતો કુલ રૂ.2.29 લાખનો દારૂ કબ્જે લીધો હતો. અને પકડાયેલ ઈસમો તથા પકડવાના બાકી ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud