રાજકોટ શહેર પોલીસે એક યુવતીને ડ્રગ્સના નરકમાંથી બહાર કાઢીને નવી જિંદગી આપી
મહિલા પોલીસ સમક્ષ ડ્રગ્સ એડિક્ટ આ યુવતીએ પોલીસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
શહેર પોલીસની એસઓજી બ્રાન્ચ અને મહિલા પોલીસ કર્મીઓ આ યુવતીને પોલીસકર્મી માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યા છે
WatchGujarat. શહેર પોલીસે એક યુવતીને ડ્રગનાં નરકમાંથી બહાર કાઢી નવી જિંદગી આપી છે. જી.... હા થોડા દિવસો પહેલા એસ.ઓ.જી.એ રેસકોર્ષ રીંગ રોડ પરની એક હોટલ પરથી યુવક-યુવતી સહિત ત્રણને ડ્રગ્સના નશાની હાલતમાં ઝડપી પાડી કાર્યવાહી કરી હતી . આ યુવતીની પૂછપરછ માં પોતે દ્રગ એડિકટેડ હોવાનું કહ્યું હતું. જે બાદ પોલીસે આ દૂષણથી બચાવવા અને યુવતીનું ભવિષ્ય ઊજળું બને તે માટે મનોચિકિત્સક પાસે સારવાર કરાવ્યા બાદ જ મહિલા પોલીસ સમક્ષ તે યુવતીએ પોલીસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી જ શહેર પોલીસની એસઓજી બ્રાન્ચ અને મહિલા પોલીસ કર્મીઓ આ યુવતીને પોલીસકર્મી માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યા છે. અને યુવતિ પણ જીવનનો નવો અધ્યાય શરૂ કરવા તનતોડ મહેનત કરી રહી છે.
રાજકોટમાં થોડા દિવસો પહેલા મહિલાએ મીડિયા સમક્ષ પોતનો પુત્ર અને પૂર્વ પુત્ર ડ્રગ એસિક્ટેડ હોય અને ચીઠ્ઠી છોડીને ક્યાંક જતાં રહ્યા હોવાની વાત કરી હતી. સમગ્ર એહવાલ પ્રસિદ્ધ થતા પોલીસે મહિલાના પુત્ર , પૂર્વ પુત્ર વધુ અને અન્ય એક શખ્સને રેસકોર્સ રીંગ રોડ પર આવેલી હોટેલમાંથી ઝડપી કાર્યવાહી કરી હતી. જરૂરી કાર્યવાહી કર્યા બાદ પકડાયેલી યુવતીને આ દૂષણથી બચાવવા અને તેનું ભવિષ્ય ઊજળું બને તેનાં માટે મનોચિકિત્સ પાસે સારવાર કરાવવામાં આવી હતી.
આ યુવતીને નશાથી દુર રાખવા સતત મહિલા કર્મીઓ તેની સાથે રહી હતી. જેથી યુવતીને મહિલા પોલીસની કામગીરી ગમવા લાગી અને તેને મહિલા કર્મીઓ સમક્ષ પોતે પોલીસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલ આ યુવતીને સાંતુ અને ફઝીલા બેન સહિતનાં મહિલા પોલીસ કર્મીઓ એથલેટિક ગ્રાઉન્ડ ખાતે જ ફિઝિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે.
વોચ ગુજરાત ન્યુઝ સાથે યુવતીએ પોતાની જિંદગીની આપવીતી જણાવી હતી. અને કહ્યું હતું કે તે છ વર્ષથી ડ્રગ એડિક્ટેડ હતી તે દરરોજ નશો કરતી તેને કૈંક ને કૈંક વસ્તુ નશો કરવા માટે જોઈતી હતી તે હદ સુધી તે નશો કરતી હતી. જ્યારે મને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી ત્યારે મને એવું થતું હતું કે હવે મારું શું થશે? જો કે પોલીસે મારી સાથે કોઈ ગેરવર્તન કરવું તો દૂર SOG એ મને એક દીકરીની જેમ સાચવી છે.
વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે પેહલા જ્યારે હું નશો કરતી ત્યારે મારી સામે પોલીસની છાપ અલગ હતી. મને એમ લાગતું કે પોલીસ માત્ર મને પકડી ને મને પૂરી દેશે. પરંતુ આ જ પોલીસે મારા નવા જીવનની શરૂઆત કરાવી છે. પોલીસે મને આટલા દિવસોમાં ક્યારેય પણ એવો એહસાસ નથી થવા દીધો કે હું તેમની કસ્ટડી માં છું. સમગ્ર એસઓજી પોલીસ મને એક દીકરીની જેમ રાખે છે. પોલીસમાં જ જવાનો વિચાર કેમ આવ્યો તેવું પૂછતા યુવતી એ જણાવ્યું હતું કે, શાંતુબેન મૂળિયાં મારા ઇન્સ્પિરેશન છે. હું પકડાઈ ત્યારથી અત્યાર સુધી તે મારી સાથે જ છે મને એક નાની બહેન તરીકે રાખે છે અને સહકાર આપે છે સાથે જ તેઓ મને ટ્રેનીંગ પણ આપે છે.
એસઓજી મહિલા કોન્સ્ટેબલ શાંતુબેન મૂળિયાંએ આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે પીડિતાને લાવ્યા ત્યારે તેની હાલત ખુબ ખરાબ હતી. તે એટલી નશામાં હતી કે જેથી તેને અમારે સારવાર માટે પણ ખંભેથી ઉપાડીને લઈ જાવી પડી હતી. એક બે દિવસમાં તે નોર્મલ થવા લાગી હતી. જે બાદ તેને મારી સાથે વધારે લગાવ થયો તેણે મને મોટી બહેન તરીકે તેની સમગ્ર પર્સનલ લાઇફ વર્ણવી હતી, જે સાંભળી હું ચોંકી ગઈ હતી. ત્યારબાદ તેને પોતે પોલીસ માં જોઇન્ટ થવા માટે તૈયારી કરવાની વાત કરી હતી. જેથી મે મારા ઉચ્ચ અધિકારીઓને આ યુવતીની સ્ટડી બાબતે વાત કરી હતી.
આ વાત કરતાની સાથે ઉચ્ચ અધિકારીઓએ સહકાર આપી તાત્કાલિક તેમને ગવર્મેન્ટ જોબના ક્લાસિસ જોઇન્ટ કરાવ્યા હતા હાલ હું તેને પોલીસમાં સિલેક્ટ થવા માટે ફિઝિકલ ટ્રેનિંગ આપી રહી છું. કોન્સ્ટેબલ શાંતુબેન પોતે પીએસઆઇની તૈયારી કરી રહ્યા છે. અને નોકરી પણ કરી રહ્યા છે. છતાં પોતાના આ બિઝી શેડ્યુલમાંથી યુવતીને ટ્રેનીંગ આપી રહ્યા છે. આ યુવતી ગ્રાઉન્ડમાં જ્યારે તે થાકી જાય ત્યારે તેનો હાથ પકડી શાંતુબેન ટ્રેનિંગ આપે છે. જાણે મોટી બહેન તેની નાની બહેનને સાચવતી હોય...
આ યુવતીને ટ્રેનિંગ આપતા અન્ય મહિલા કોન્સ્ટેબલ ફઝીલાબેને કહ્યું હતું કે યુવતીને અમે તેમને સ્ત્રેચિંગ, યોગા, રનિંગ પ્રિપ્રેરેશન ડેઇલી કરાવીએ છીએ. પ્રથમ દિવસે જ્યારે તેમને અને લઈ આવ્યા હતા, ત્યાર કરતા અત્યારે તેનું પરફોર્મન્સ ઘણું સારું છે. દિવસે ને દિવસે તેમના ઉત્સાહ માં વધારો થઈ રહ્યો છે. કહેવાય છે ને સંગત એવી રંગત જ્યારથી એક ડ્રગ એડિક્ટેડ યુવતી મહિલા પોલીસ કર્મચારીઓનાં સંપર્કમાં આવી ત્યારથી આ મહિલા પોલીસ કર્મચારીઓ તેમની પ્રેરણા બન્યા છે. અને જે યુવતી એક સમયે નશા વગર એક ક્ષણ પણ રહી શકતી ન હતી જે યુવતી ને તેના જ પરીવાર જનો સ્વીકારવા તૈયાર ન હતા તે જ યુવતી આજ પોલીસ બનવાની તૈયારી કરી રહી છે. ત્યારે રાજકોટ પોલીસ હરહંમેશ પ્રજાની સાથે ખંભેખંભો મિલાવીને ચાલતી હોવાનું ફરી એક વખત સાબિત થયું છે.
- રાજકોટ શહેર પોલીસે એક યુવતીને ડ્રગ્સના નરકમાંથી બહાર કાઢીને નવી જિંદગી આપી
- મહિલા પોલીસ સમક્ષ ડ્રગ્સ એડિક્ટ આ યુવતીએ પોલીસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
- શહેર પોલીસની એસઓજી બ્રાન્ચ અને મહિલા પોલીસ કર્મીઓ આ યુવતીને પોલીસકર્મી માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યા છે