• મંજૂરી ન મળવા છતાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર કોંગ્રેસ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરાયું
  • ગાંધીનગરમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ
  • પોલીસ સાથે ઘર્ષણ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે – એસ.પી.મયૂર ચાવડા
  • પોલીસે ટીંગાટોળી કરી 70 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી

WatchGujarat. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું હતું. મહત્વનું છે કે પોલીસ કે તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી મળી ન હતી. જેના કારણે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને પગલે પોલીસે ટીંગાટોળી કરીને 70થી વધુ કાર્યકરોની અટકાયત કરીને વાનમાં બેસાડ્યા હતા.

ગાંધીનગરમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને થોડા મહિના બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી છે. હાલમાં જ્યારે ગાંધીનગરમાં વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ પોલીસ અને તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી, જેને કારણે ગાંધીનગરમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ છે.

મળતી વિગતો મુજબ ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતાં તમામ માર્ગ પર વાહન ચેકિંગ શરૂ કરીને અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા અત્યારસુધીમાં 70થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. આ અંગે આ અંગે ગાંધીનગર એસ.પી. મયૂર ચાવડાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા સંમેલનની પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારસુધી પોલીસે 70થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ કાર્યકરો સામે 68,69 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો પોલીસ સાથે ઘર્ષણ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ હેઠળ ગુજરાતની ભાજપ સરકારને ઘેરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાંથી યુવાનોને એકઠા કરી સરકારની યુવાવિરોધી નીતિ સામે બંડ પોકારવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ ગાંધીનગરમાં આદિવાસી સંમેલન યોજીને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના આદિવાસીઓને એકઠા કરી કોંગ્રેસે શક્તિપ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ સફળ થયા બાદ હવે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.

વિધાનસભા-સચિવાલયની સુરક્ષા સામે પ્રશ્નાર્થ

નોંધનીય છે કે કડક બંદોબસ્ત હોવા છતાં, વિધાનસભાના પગથિયાં સામે જ પૂતળા દહન કરવાની કોંગ્રેસ દ્વારા કોશિશ કરવા જતા તે પહેલા સચિવાલય પોલીસે ચાર કોંગ્રેસીઓને ઝડપી પાડયો હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશન અટકાયત કરી લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners