• અમદાવાદની પાંચ ડ્રાફટ ટી.પી. સ્કીમ, ભાવનગર-રાજકોટ પ્રત્યેકની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને પાટણની એક પ્રિલિમિનરી સ્કીમને મંજૂરી આપતા મુખ્યમંત્રી
  • સાત ડ્રાફ્ટ ટી.પી સ્કીમથી 72.34 હેકટર અને એક પ્રિલિમિનરી સ્કીમથી 13.97 હેક્ટર મળી કુલ 86.31 હેકટર જમીન શહેરી વિકાસ કામો માટે સંપ્રાપ્ત થશે
  • ડ્રાફ્ટ સ્કીમોની મંજૂરીથી શહેરી વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો ઉભી થશે

WatchGujarat. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી સાત ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. 124 – એ,બી,સી,ડી, અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં. 153, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં. 25 તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં. 28 નો સમાવેશ થાય છે.

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ 07 ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ 72.34 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની 01 પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ 13.97 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, રાજ્યના કુલ 4 શહેરોની 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્રતયા 86.31હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે. આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. ચાર શહેરોની કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud