અદાણી CNGમાં પ્રતિ કિલોએ 75 પૈસાનો વધારો થયો
હવે નવો ભાવ પ્રતિ કિલોએ 65.74 રૂપિયાએ પહોંચી ગયો
CNGના ભાવમાં વધારો થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા
WatchGujarat.હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં દેખાઈ રહ્યું છે પરતું કોરોનાના નવા વેરિએન્ટે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનામાં દહેશત વચ્ચે રાજ્યમાં CNG વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેમ કે અદાણી ગેસે ફરી CNGના ભાવમાં વધારો કર્યો છે. અદાણી CNGમાં પ્રતિ કિલોએ 75 પૈસાનો વધારો થયો છે જેથી હવે નવો ભાવ પ્રતિ કિલોએ 65.74 રૂપિયાએ પહોંચી ગયો છે.
કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. સતત આમ આદમી પર મોંઘવારીનો વાર થઇ રહ્યો છે. ભાવવધારો થતા સામાન્ય જનતાને મુશ્કેલીઓ વેઠવી પડી શકે તેમ છે. કોરોના કાળને લીધે પહેલાથી નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે ફરી હવે રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટનો ખતરો તોડાઈ રહ્યો છે.જેણે કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ વધારી દીધી છે. ત્યારે રિક્ષા ચાલકોના વિરોધ વચ્ચે CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિક્ષા ચાલકો પહેલાથી જ CNGના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ ગેસમાં ભાવ વધારાના સામે રિક્ષા ચાલકોએ હડતાળ પર ઉતરી આવ્યા હતા. ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા CNG વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.પેટ્રોલ -ડીઝલનાં ભાવ તો આસમાને છે જ એમાં પણ CNGમાં ભાવ વઘારો વાહન ચાલકોની સાથે સામાન્ય માણસોને પણ ભારે અસર કરે છે.
- અદાણી CNGમાં પ્રતિ કિલોએ 75 પૈસાનો વધારો થયો
- હવે નવો ભાવ પ્રતિ કિલોએ 65.74 રૂપિયાએ પહોંચી ગયો
- CNGના ભાવમાં વધારો થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા