• ગુજરાતમાં હાલ CNGના ભાવ 65 રૂપિયાને પાર પહોંચ્યો, એક મહિનામાં રૂ.8.69નો ભાવ વધારો ઝીંકાયો
  • 2 નવેમ્બરે ફરી 2 રૂપિયાનો વધારો કરાયો, ગેસના ભાવ વધતા રિક્ષાના ભાડા પણ વધ્યા
  • મોંઘવારીના સમયમાં અદાણી ગેસની કિંમત 64.99 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ
  • સાબરમતી ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 5 નો વધારો કર્યો

WatchGujarat. સામાન્ય નાગરિક પર મોંઘવારીનો ભાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં અન્ય જીવનજરૂરિ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેના કારણે લોકોને મોંઘવારીની બેવડી મારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે દિવાળીના તહેવારમાં સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી હતી. એક તરફ પેટ્રોલના ભાવ તો ઘટ્યા પરંતુ બીજી તરફ સીએનજીના ભાવમાં ઉ્ત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ CNGના ભાવ રૂ.65ને પાર થયા છે. છેલ્લા એક મહિનામાં જ સીએનજીના ભાવમાં રૂ.8.69 નો વધારો થયો છે. જેની સીધી અસર સામાન્ય નાગરીકના જીવન પર પણ પડી રહી છે.

અદાણી ગેસની કિંમત 64.99 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી

એક મહિનામાં જ ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. જેમાં નવેમ્બરે ફરી રૂપિયાનો વધારો થયો છે, 2 રૂપિયાના વધારા સાથે અદાણી CNGની કિંમત પણ 64.99 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલું જ નહીં સાબરમતી ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ.5નો વધારો કર્યો છે. જેના કારણે હવે રાજ્યમાં CNGનો પ્રતિ કિલો ભાવ 65 રૂપિયાને પાર કરી ગયો છે. મહત્વનું છે કે સાબરમતી ગેસ દ્વારા એકસાથે રૂપિયાના વધારાને કારણે હવે તેના ગેસનો પ્રતિ કિલોનો ભાવ વધીને 65.74 રૂપિયા થઈ ગયો છે. ગત ઓક્ટોબરે રાજ્યમાં CNGની કિંમત 56.30 રૂપિયા પ્રતિ કિલો હતી. પરંતુ ઓક્ટોબરે તેમાં રૂ. 2.56 નો વધારો કરવામાં આવ્યો છે. જેથી ભાવ વધીને 58.86 થયો છે. વધતા જતા સીએનજીના ભાવના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. ત્યારે ઓક્ટોબરે ફરી એકવાર ભાવ વધારો ઝીંક્યો છે. જેમાં સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરતાં તેની કિંમત 59.86 રૂપિયા થઈ ગઈ.

મહત્વનું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલની એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરી રાહત આપવામાં આવી છે. ત્યારે હવે CNGના ભાવમાં પણ ઘટાડો કરવા માંગ કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો અનુસાર ઓટો રીક્ષા એસોસિએશને માંગ કરી છે કે સરકાર દ્વારા CNGના ટેક્સમાં ઘટાડો કરી CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવે. આ સાથે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સરકારને CNG ગેસના ભાવમાં ઘટાડો રાહત આપવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે સીએનજીના ભાવ વધતા રીક્ષાનું ભાડૂ પણ વધે જે જેની સીધી અસર સામાન્ય નાગરીક પર થાય છે. એક તરફ મોંઘવારી આસમાને પહોંચી રહી છે, ત્યારે પગાર ધોરણો હજી પણ ગોકળગતીએ ચાલી રહ્યા છે.

CNGના વધતા ભાવ માટે રીક્ષા આગેવાનોની બેઠક મળશે

અત્યારે ગુજરાતમાં પ્રતિ કિલો 64.99 રૂપિયામાં CNG ગેસ મળી રહ્યો છે. છેલ્લા 10 મહિનામાં CNGના ભાવમાં 13 રૂપિયાનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. જેમાં માત્ર ઓક્ટોબર મહિનામાં જ 7 રૂપિયાનો બાવ વધારો થયો છે. જેના કારણે રીક્ષા ચાલકો અને સામાન્ય નાગરિક બન્ને મુશ્કેલીમાં મુકાયા છે. જેને ધ્યાને રાખીને CNGના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે 10 નવેમ્બરના રોજ રીક્ષા આગેવાનોની બેઠક મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud