શું આપ કોફી લવર છો તો તમે કોફી ફ્લેવર ની ઘણી બધી વાનગી ટ્રાય કરી હશે તો આજે અમે તમારી માટે કોફી વાળી ચોકલેટની રેસિપી લઈને આવ્યા છે જે આપણે ખુબ પસંદ આવશે આ ચોકલેટ આપણે નાની સાઈઝમાં કોફી પીધી હોવાનો આનંદ આપે છે. આ ચોકલેટ બનાવવામાં માત્ર ચાર વસ્તુઓની જરૂર પડે છે અને ફક્ત 20 મિન્ટમાં આ રેસિપી ખુબ સરળતાથી તૈયાર થઇ જાય છે. ઘરે જ તમે આ ચોકલેટ બનાવીને વધુ સંખ્યામાં ફ્રીઝમાં મૂકી શકો છો અને જ્યારે ઈચ્છા થઇ ત્યારે તેને ખાવાનો આનંદ માણી શકો છો. કોફીની આ ચોકલેટ બાળકોની સાથે ઘરના મોટાને પણ ખુબ ભાવશે. તો ચાલો ફટાફટ નોંધી લો કોફી ચોકલેટ બનાવવાની રેસિપી.
સામગ્રી (6 ચોકલેટ બનાવા)
અડધો કપ હૂંફાળું દૂધ
1 કપ ખાંડ
2 ટીસ્પૂન કૉફી
4 ટેબલસ્પૂન પાણી
બનાવવાની રીત
એક કપમાં દૂધ લો અને તેમાં કૉફી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
એક વાસણમાં ખાંડ અને ચાર ટેબલસ્પૂન પાણી ઉમેરો. મિક્સ કરી લો અને ખાંડ સંપૂર્ણપણે પીગળી જાય ત્યાં સુધી ઉકાળો. ખાંડ 5-6 મિનિટ સુધી ઉકાળશો એટલે કેરેમલાઈઝ થઈ જશે. આ મિશ્રણ ગોલ્ડન-બ્રાઉન રંગનું થાય અને ઊભરો આવે ત્યાર બાદ કોફીનું તૈયાર કરેલું મિશ્રણ તેમાં ઉમેરો. ગેસની ફ્લેમ મીડિયમ રાખો અને 5 મિનિટ સુધી ઉકળવા દો. આ દરમિયાન બંને મિશ્રણને બરાબર મિક્સ કરી લેવા.
તમે જોશો કે થોડી જ મિનિટોમાં આ મિશ્રણમાં પરપોટા થવા લાગ્યા છે અને ઘટ્ટ થઈ રહ્યું છે. થોડી વધુ મિનિટ સુધી તેને કૂક થવા દો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.
હવે કાચની એક ટ્રેમાં પાર્ચમેન્ટ પેપર પાથરો અને તૈયાર કરેલું મિશ્રણ તેમાં રેડી દો. આ મિશ્રણને સરખી રીતે પેપર પર ફેલાવી દો. 10 મિનિટ સુધી ઠંડું પડવા દો.
ત્યારબાદ ચપ્પા વડે તેને એકસરખા ચોરસ આકારમાં કાપી લો. અત્યારે તૈયાર થયેલી ચોકલેટને અલગ કરવાનો પ્રયાસ ના કરશો કારણકે બરાબર સેટ નહીં થઈ હોય. ખાલી ચપ્પાથી કાપા પાડી દો જેથી પાછળથી ઉખાડવામાં સરળતા રહે.
હવે ટોફીને 30-40 મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મૂકી દો. એકવાર ટોફી કડક થઈ જાય પછી અગાઉ પાડેલા કાપાની મદદથી ટુકડા કરી દો. બસ, તૈયાર છે તમારી સ્વાદિષ્ટ કૉફી ટોફી.