• નિરામય યોજનાનો પ્રારંભ થતાં દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે
  • ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તબીબોની ટીમ દ્વારા મેડિકલ કેમ્પોનું આયોજન થશે
  • પંડિત ઓમકારનાથ હોલ ઉપર મુખ્ય ઉપદંડક ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન પેહલા જ 600 લોકોનું નિદાન અને સારવાર માટે રજિસ્ટ્રેશન

WatchGujarat. ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતેથી શુક્રવારે ઉપમુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્ય સરકારની નિરામય યોજનાનો જિલ્લામાં આરંભ કરાવ્યો હતો. બિન ચેપી રોગોના તપાસ, નિદાન અને સારવારમાં યોજના હેઠળ 5.61 લાખ લોકોને આવરી લેવામાં આવશે.

નિરાયમ ગુજરાત યોજના હેઠળ હાર્ટ એટેક , લકવો , કેન્સર , કિડની , પાંડુરોગ , ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોથી પીડાતા દર્દીઓને આવરી લેવાશે. આ પ્રકારના રોગોથી લોકોને બચાવાવા અને તેમની ખાસ કાળજી લેવાના મુખ્ય હેતુ સાથે ગુજરાત સરકારે 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ – તપાસ કરાશે. આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત હેઠળ સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારનું આ સરાહનીય કાર્ય છે.

જિલ્લાના 5.61 લાખ દર્દીઓને હેલ્થ આઇડીની નોંધણી કરાશે. નિરામય કાર્ડ ઇસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે . વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ નિરામય કેમ્પનું આયોજન કરાશે. આજે મેગા મેડિકલ કેમ્પમાં શરૂઆત પેહલા જ 600 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. યોજનાના આરંભ કાર્યક્રમમાં કલેકટર તુષાર સુમેરા , પાલિકા પ્રમુખ અમિત ચાવડા , જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ , બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય અધિકારી જે . એસ . દુલેરા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud