- અગાઉ લોકરક્ષક દળ સહિતની જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાના મામલામાં હજારો યુવાનોનું સ્વપ્ન ચકનાચૂર થઈ રહ્યું છે
- જાહેર આયોગની કોઈપણ પરીક્ષાઓ હોય કઈ રીતે પેપર ફૂટી રહ્યાં છે તે હવે સંશોધનનો અહમ વિષય બની રહ્યો છે
- રવિવારે ગુજરાતમાં વિવિધ કેન્દ્રો ઉપર વનરક્ષકની રાજ્ય સરકારની પરીક્ષાઓ આયોજિત થઈ હતી
WatchGujarat. રાજ્યમાંથી હજારો-લાખો યુવાનોએ સરકારી નોકરીની આશ સાથે પરીક્ષા આપી હતી. જોકે તેમાં પણ પેપર ફૂટી જવાનો મામલો સામે આવતા મહેનતકશ યુવાનોની માનસિકતા ડામાડોળ થઈ રહી છે. આજરોજ વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાના આરોપ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ કોપી કેસ હોવાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે. જાહેર સરકારી પરીક્ષાઓમાં પેપર એમ જ ફૂટી રહ્યા છે તો આ પરીક્ષાઓ યોજવાનો મતલબ શુ છે. એક યુવાન પોતાની કારકિર્દી અને પરિવારના ભાવિ માટે દિવસ રાત એક કરી પરીક્ષાઓની તૈયારી કરે છે.
શું રાજ્ય સરકાર આજે પણ આઝાદી ના અમૃત મોહત્સવના 75 વર્ષે પણ કોઈપણ જાહેર પરીક્ષા યોજવામાં નિરર્થક હોય તેવો સમાજમાં દાખલો બેસાડી રહી છે. છેલ્લા વર્ષોમાં જ લોકરક્ષક દળ સહિતની કેટલીય જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાથી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તેમ છતાં પેપર લીક થવા કે ફૂટવાનો સીલસિલો બંધ થયો નથી. અને આજે પણ વનકર્મીઓની પરીક્ષામાં આજ ઘટના પુનરાવર્તિત થઈ છે. આજે આયોજિત વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતી આચરવામાં આવી હોવાના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ એક કોપી કેસ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું છે. જો કે, હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
પરીક્ષા પણ તે સરકારી નોકરી અને ભાવીનું આયોજન કરી આપે છે અને તે સમયે જ પેપર લીક થયું હોવાની માહિતી વહેતી થતાં તેની આશા અને અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળે છે. પેપર લીક થવાનો મામલો દરેક જાહેર સરકારી પરીક્ષામાં કેન્દ્ર સ્થાને રહે છે. તપાસ કમિતિઓ પણ નિમાય છે અને ગણ્યા ગાંઠ્યા આરોપીઓ અને તેમાં સંડોવાયેલા અધિકારીઓ – કર્મચારીઓ સામે પણ સરકાર તપાસનો કહેવતો કોરડો વિઝે છે પણ પરિણામ હંમેશા હતાશાજનક જ રહે છે.