• વડોદરા શહેરમાં વધુ એક મહિલા દુષ્કર્મનો ભોગ બની, છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • અમદાવાદમાં આવેલી સાબરમતી જેલમાં સજા કાપી રહેલા કેદીની પત્ની પર સાથી કેદીના પુત્રએ દુષ્કર્મ આચર્યુ
  • મહિલાને પૈસા ઉપાડવાનું જણાવીને એટીએમ લઇ ગયા, નરાધમે કારમાં મહિલા સાથે બળજબરી કરી
  • આટલેથી નહિ અટકતા આરોપીએ મહિલાની પુત્રી સાથે પણ અડપલાં કર્યા હતા

WatchGujarat. અમદાવાદમાં આવેલી સાબરમતી જેલમાં સજા કાપી રહેલા કેદીની પત્નીને સાથી કેદીના પુત્રએ પૈસા ઉપાડવાના બહાને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર મામલે મહિલાએ આરોપી વિરૂદ્ધ છાણી પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં એક પછી એક દુષ્કર્મના બનાવો ચિંતાજનક વિષય છે.

શહેરમાં એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત તો કંઇ ઓર જ છે. અવાર નવાર મહિલા સાથે ગેતવર્તણુંકના કિસ્સાઓ સામે આવતા રહે છે. અને તેમની સામે પોલીસ કાર્યવાહી પણ થાય છે. તેમ છતાં આ પ્રકારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. આજરોજ આવી જ એક ઘટના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સોનમ બેન(નામ બદલ્યું છે)ના પરિણીતા છે. અને તેના પતિ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા છે. પતિ સાથે સજા કાપતા સાથી કેદી રણછોડ પટેલ (રહે- ગાંધીનગર) ના પુત્ર લાલાભાઇ પટેલ બે દિવસ પહેલા વડોદરા આવ્યા હતા. અને સોનમબેનને મળીને પૈસા ઉપાડવાનું જણાવીને એટીએમ લઇ ગયા હતા. સોનમબેનને કારની આગળની સીટ પર બેસાડી પૈસા ઉપાડવા માટે લઇ ગયા હતા. દરમિયાન સીટી વિસ્તારમાં આવેલા એટીએમની જગ્યાએ એસ્સાર પેટ્રોલપંપ તરફ જતી સિંગલ પટ્ટી રોડ પર લઇ ગયો હતો. અને સોમનબેન સાથે બળજબરી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ કારમાં તેણે તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તથા મરજી વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. નરાધમે આટલેથી નહિ અટકતા સોનમબેનની પુત્રી સાથે પણ અડપલાં કર્યા હતા. સમગ્ર મામલે મહિલાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud