એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીનુ પોલીસ પર નિવેદન
એક સમયે બસમાં બેસવા માટે હાથ ઊંચા કરતાં હતાં. આજે આઠ નવ લાખની કાર લઈને ફરે છે
કાળા કાચવાળી આવી ગાડીઓમાં જે ગોરખધંધા ચાલે છે તેની તપાસ કરવી જોઇએ
Watchgujarat.એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે તેવું અત્યારે નક્કી મનાય છે તેમ છતાં રાજ્યમાં એનસીપીએ પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ (બોસ્કી) એ ભાવનગર પશ્ચિમમાં ભીખાભાઈ જાજડીયાનાં નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે ત્યાં હાજર કાર્યકરો અને સમર્થકોને સંબોધ્યા હતા. ભાવનગરમાં આયોજિત મિટિંગમાં એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ દ્વારા પોલીસને લઇને આ નિવેદન આપવામાં આવ્યું હતું. સિનિયર અધિકારીઓ પર પણ નિશાન સાધ્યું.
મળતી માહિતી મુજબ મિટિંગના સંબોધન વખતે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ દ્વારા પોલીસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે નાનામાં નાનો પોલીસ કોન્સ્ટેબલ સ્વિફ્ટ કાર લઈને ફરે છે, એક સમયે બસમાં બેસવા માટે હાથ ઊંચા કરતાં હતાં. આજે આઠ નવ લાખની કાર લઈને ફરે છે. તેમણે ગાડીમાં ગોરખધંધા ચાલતા હોય તેવો પણ આક્ષેપ કર્યો હતો.
આ અંગે મિડીયા સાથે વાત કરતાં જયંત બોસ્કીએ જણાવ્યું હતુ કે અમને ફરિયાદ મળી છે કે પોલીસની ગાડી આવે છે અને લોકો પાસેથી પૈસા પડાવે છે. તેમણે કહ્યું કે સરકારના સિનિયર અધિકારીઓએ આવા પોલીસવાળા સાચા છે કે ખોટા તેની તપાસ કરવી જોઈએ. હું આ બાબતે ગૃહમંત્રીનું પણ ધ્યાન દોરીશ. જાહેરમાં પણ કહીશ અને લેખીતમાં પણ કહીશ. પોલીસ વિભાગ પર પણ સવાલ ઊભા કરતાં જણાવ્યું કે આ પોલીસ વિભાગની જવાબદારી છે કે કોઈ તેમના નામની ગાડીઓનો ખોટી રીતે ઉપયોગ ન કરે અને કાળા કાચવાળી આવી ગાડીઓમાં જે ગોરખધંધા ચાલે છે તેની તપાસ કરવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે જયંત બોસ્કીએ પોલીસ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ગૃહમંત્રીનું ધ્યાન દોરવાની પણ વાત કરી હતી.