• શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ગાયબ
  • આ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે પણ તીખા સવાલો ઉઠાવ્યો
  • આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય આવો કોઈ પ્રોટોકોલ જોયો નથી – કોંગ્રેસનાં દિગ્ગજ નેતા

WatchGujarat. લક્ષ્મીનગર અંડરબ્રિજનું મુખ્‍યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. આ ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું  નામ ન હોવાનું રાજકારણ ગરમાયુ છે. અને હવે આ મામલે કોંગ્રેસે પણ તીખા સવાલો ઉઠાવ્‍યા છે. આજે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડો. હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, લક્ષ્મીનગર બ્રીજની આમંત્રણ પત્રિકામાં રૂપાણીનું નામ ન છાપવુ ભાઈ અને ભાઉની લડાઇનાં પ્રતિબિંબ સમાન છે. આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય આવો કોઈ પ્રોટોકોલ જોયો નથી.

ડો. હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, વિજય રૂપાણી અને તેમના સમર્થકોનું પોતાના મતવિસ્‍તારમાંથી નામ બાકાત રાખવામાં આવી રહ્યું છે. ભાજપની આંતરિક જૂથબંધી હવે ખુલીને સામે આવી રહી છે. કોઈપણ પ્રસંગ હોય આમંત્રણ પત્રિકામાં ઘરના મોભીનું નામ પહેલા લખાતું હોય છે. પરંતુ ઘરના મોભીના નામ વિના આખા ગામમાં આમંત્રણ પહોંચે તો સૌ કોઈને નવાઈ લાગે. આવું જ કંઈક પૂર્વ મુખ્‍યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે થયું છે. રાજકોટમાં સરકારી પ્રસંગ હોવા છતાં આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું નામ જ નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે તેનું વર્ચ્‍યુઅલી લોકાર્પણ કર્યું છે. જેના માટે આમંત્રણ પત્રિકાઓ છપાવાઈ હતી. આમંત્રણ પત્રિકામાં તમામ ધારાસભ્‍યોના નામ લખવામાં આવ્‍યા છે. પરંતુ ફક્‍ત વિજય રૂપાણીનું નામ જ નથી છપાયું ? ત્‍યારે સવાલ એ થાય કે વિજય રૂપાણીનું નામ આખરે કેમ ગાયબ છે? કોના ઈશારે રૂપાણીનું નામ આમંત્રણ પત્રિકામાં નથી છપાયું ?

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંત્રી અરવિંદ રૈયાણીએ આ અંગે સ્‍પષ્ટતા કરી હતી કે વિજય રૂપાણી અમારા હૃદયમાં છે. રાજકોટ અને સૌરાષ્‍ટ્રના મારા જેવા અનેક કાર્યકરોનું તેમણે ઘડતર કર્યું છે. પ્રોટોકોલ પ્રમાણે તેમનું નામ લખવામાં આવ્‍યું નથી. બાકી ભાજપ પક્ષમાં કોઈ જૂથવાદ હોવાની વાતમાં કોઈપણ પ્રકારનું તથ્ય નથી. અને વિરોધીઓ દ્વારા આવી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners