• ગત તા. 13 જુલાઇના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા પત્ની રેશમા પટેલ અંગેની જાહેર નોટીસ આપી હતી.
  • પતિ ભરતસિંહ સોલંકીની નોટીસનો પત્ની રેશમા પટેલએ જાહેર ખુલાસો કર્યો
  • જાહેર નોટીસમાં રેશમા પટેલએ કહ્યું, કોરોના મહામારીથી ગંભીર બીમાર હતા તે સમયે તેઓની ખુબ સેવા-ચાકરી કરી પુનઃજીવન આપ્યું છે.

WatchGujarat. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે ગત તા. 13 જુલાઇના રોજ દૈનિક અખબરમાં જાહેર નોટીસ પાઠવી હતી. નોટસીમાં તેઓએ તેમના પત્ની રેશમા પટેલ છલ્લા ચાર વર્ષથી તેમની સાથે રહેતા નથી અને તેમના કહ્યામાં નથી, કોઇ પણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઇ પ્રકારની નાણાકીયા લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં સહિત અનેક બાબતો જણાવી હતી. જોકે ભરતસિંહ સોલંકીની આ જાહેર નોટીસનો ખુલાસો તેમના પત્ની રેશમ પટેલ દ્વારા જાહેર નોટીસ આપી કરવામાં આવ્યો છે.

રેશમા પટેલએ દૈનિક અખબારમાં આપેલી જાહેર નોટીસના ખુલાસામાં નિચે મૂજબની વિગતો જણાવી છે. 

નોટીસમાં કહેવામાં આવ્યું છે કે, ભરતસિંહ માધવસિંહ સોલંકી દ્વારા 13 જુલાઇના રોજ તમામ દૈનિક વર્તમાન પત્રમાં જાહેર નોટીસ આપી જણાવે છે કે, અમારા પત્ની રેશમાબેન જે અમારા કહ્યામાં નથી અને અમારી સાથે રહેતા નથી વિગેરે આરોપો કરવામાં આવ્યાં છે. જે અંગે રેશમા પટેલ દ્વારા ખુલાસા કરવામાં આવે છે કે, પતિ ભરતસિંહ સોલંકી કોરોના કાળમાં કોરોના મહામારીથી બીમાર હતા તે સમયે અમારા તેઓની ખુબ સેવા-ચાકરી કરી પુનઃજીવન આપ્યું છે. પરંતુ તેઓ સાજા થઇ જતા અચાનક તેઓનુ વર્તન બદલાઇ ગયું છે.

તેઓ અમારી સાથે ગાળાગાળી કરતા હોય અને પહેરેલ કપડે ઘરમાંથી બહાર કાઢી મુકી છે. અને રાજકારણનો દુરઉપોયગ કરી છુટ્ટાછેડા મેળવવા માટે ખુબ જ દબાણ કરી રહ્યાં છે. તેમજ દબાણ લાવવા માટે જાહેર નોટીસ આપી છે. અમારા દ્વારા ભરતસિંહ સોલંકી સાથે કોઇ પણ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં આવી નથી.  ઉલટાનુ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર હતી અને છું. તેમ છતાં કોઇ પણ જાતના દોષ વગર મને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા હાલમાં અન્યને ત્યાં આશ્રિત હોય અને તે ઘરમાંથી કાઢી મુકવા અલગ -અલગ વ્યક્તિઓથી ધમકી આપવામાં આવી રહીં છે. અને છુટ્ટાછેડા લેવા માટે માનસિક દબાણ લાવી ખોટી જાહેર નોટીસ આપવામાં આવી છે. જેથી નોટીસમાં કરવામાં આવેલા મારી સામેના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud