• શહેરનાં જામનગર રોડ પર સાયન્સ સિટીનાં નિર્માણ માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે
  • વિવિધ મોડ્યુલ સાથેનું સાયન્સ સિટી બનતા વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
  • સાયન્સ સિટીનાં નિર્માણ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી

WatchGujarat. શહેરનાં જામનગર રોડ પર ઇશ્વરીયા પાસે સાયન્સ સિટીનું નિર્માણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી શહેરમાં સાયન્સ રસિકો માટે ખાસ કોઈ વ્યવસ્થા નહોતી. પરંતુ વિવિધ મોડ્યુલ સાથેનું સાયન્સ સિટી બનતા વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાયન્સ સિટીનાં નિર્માણ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે હાલ ટેસ્ટિંગ – ટ્રાયિંગ ચાલી રહ્યું હોવાનું જણાવી ડિસેમ્બરનાં અંત સુધીમાં તેને ખુલ્લું મુકવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કલેક્ટરનાં જણાવ્યા મુજબ, સાયન્સ સિટીનાં નિર્માણ માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કન્સ્ટ્રક્શન અને ઇમ્પ્લીમેન્ટેશન સહિતની મહત્વની કામગીરી પુરી થઈ ચૂકી છે. જ્યારે હાલમાં ટેસ્ટિંગ તેમજ ટ્રાયિંગની કામગીરી ચાલી રહી છે. સાયન્સ સિટી આગામી ડિસેમ્બરનાં અંત સુધીમાં લોકો માટે ખુલ્લું મુકવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે વહીવટી તંત્ર હાલ રાજ્ય સરકારનાં સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં 12 જુદા-જુદા પ્રકારનાં મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ટરેક્શન, નેચર, રોબોટિક્સ એનવાયરમેન્ટ જેવી અલગ-અલગ થીમ સામેલ છે. હાલ આપણે ટેસ્ટિંગ મોડમાં છીએ, અને ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ જ કહી શકીએ કે, કુલ કેટલા મોડ્યુલ કાર્યરત થશે. પરંતુ આયોજન અનુસાર 11 મોડ્યુલ અને વધુ 3 મોડ્યુલ પાછળથી ઉમેરવામાં આવનાર છે. સાયન્સ સિટી માટે થનાર ખર્ચ અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી ન હોવાનું જણાવી ડિસેમ્બરનાં અંત સુધીમાં તેને ખુલ્લું મુકવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud