પ્રધાનમંત્રી મોદીનાં ડ્રિમ પ્રોજેકટ હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી શરૂ
600થી વધારે લોકો દ્વારા 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે
પાર્કિંગ ટેક્સી ટ્રેકની કામગીરી 100% પૂર્ણ, રન-વેની કામગીરી પણ પૂર્ણતાના આરે
WatchGujarat. પ્રધાનમંત્રી મોદીનાં ડ્રિમ પ્રોજેકટ હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાતે 600થી વધારે લોકો દ્વારા 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને પાર્કિંગ ટેક્સી ટ્રેકની કામગીરી 100% પૂર્ણ થઈ છે. જ્યારે રન-વેની કામગીરી પણ પૂર્ણતાના આરે છે. આ સિવાય બાઉન્ડ્રી વોલની 60% અને જમીનને સમથળ કરવાની 72% કામગીરી સાથે ઓવરઓલ 64% ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક કરી હતી. જેમાં એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહીતનાં જુદા-જુદા વિભાગના અધિકારીઓએ રનવે, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના વિવિધ કામોની માહિતી પુરી પાડી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલ એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરુરી બોક્સ કરવાની 300 મીટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.
આ ઉપરાંત બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરી 72 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચુકી છે. ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે. એરપોર્ટની નિર્માણની કામગીરી 24x7 અવિરત ચાલી રહી છે, જેમાં 600થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીઓએ આપી છે.