• રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો
  • જાન્યુઆરીનાં માત્ર 72 કલાકમાં જુદા જુદા ગામોમાં મળી 64 કેસ નોંધાયા
  • ગામડાઓમાં કોરોનાના કેસો વધતા રાજકોટના આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી
  • સંક્રમણને અટકાવવા ગામડાઓમાં પણ રસીકરણ અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું

WatchGujarat. શહેર અને જિલ્લામાં તંત્રનાં અથાગ પ્રયાસો છતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ પહેલા શહેરમાં કોરોનાનાં કેસો વધુ નોંધાતા હતા. પરંતુ નવા વર્ષનાં જાન્યુઆરી મહિનામાં ગામડાઓમાં પણ કોરોના ફેલાયો હોય તેમ જાન્યુઆરીનાં માત્ર 72 કલાકમાં જુદા જુદા ગામોમાં મળી 64 કેસ નોંધાયા છે. જેને લઈ હવે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે. સંક્રમણને અટકાવવા ગામડાઓમાં પણ રસીકરણ અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.

જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે 20 કેસ નોંધાયા હતા. જ્યારે બીજી તારીખે વધુ 20 અને ત્રીજી તારીખે આ સંખ્યા વધીને 24 કેસ સામે આવ્યા હતા. એટલે કે અંદાજે દર સવા કલાકે જ ગામડાઓમાં પણ એક-એક કેસ નોંધતો હોવાનું સ્પષ્ટ થયું છે. બીજીતરફ શહેરમાં પણ જુદા-જુદા પાંચ સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવા સહિતનાં અનેક પ્રયાસો વચ્ચે દરરોજ 40 કેસ નોંધાઈ રહ્યા છે. જો આમ જ રહ્યું તો રાજકોટ શહેર ઉપરાંત ગામડાઓ પણ કોરોનાનાં ભરડામાં આવી જશે તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં સંક્રમણ ફેલાયું હતું. જો કે છેલ્લા ડિસેમ્બર સુધી ગામડાઓમાં એકલ-દોકલ કેસ નોંધાઈ રહ્યા હતા. બીજીતરફ કેટલાક ગામડાઓમાં અંધશ્રદ્ધા સહિતનાં કારણોને લઈને રસીકરણ પણ ધીમું થઈ રહ્યું છે. જેને લઈને હવે નવા મહિનાનાં માત્ર ત્રણ દિવસમાં અચાનક કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. અને પોઝીટીવ કેસોની સંખ્યા સતત 20 ઉપર રહેતા જિલ્લા આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. અને ગામડાઓમાં ટેસ્ટિંગ વધારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud