• ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દુષ્કર્મ ને લઈ સૌથી મોટું નિવેદન
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દુષ્કર્મની ઘટના માં સર્વે કરાવ્યા
  • જેમાં 2 પરિબળો જવાબદાર સામે આવ્યા
  • એક મોબાઈલ અને બીજું નજીકના જ સબંધી દુષ્કર્મ માટે જવાબદાર
  • દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહમંત્રીએ પોલીસનો બચાવ કર્યો

WatchGujarat.ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા પણ આવા ગુનામાં આરોપીઓને જલ્દી સજા મળે, તે માટે સતત પગલા લેવાઈ રહ્યાં છે. આમ છતાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એવામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દુષ્કર્મની ઘટનાઓ પર મોટું નિવેદન સામે આવ્યું છે.

સુરતના સરસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહમંત્રીએ હાજરી આપી હતી. જ્યાં તેમણે દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલને જવાબદાર ઠેરવ્યો છે. જનતાને સંબોધન કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતુ કે જ્યારે દુષ્કર્મની ઘટના ઘટે, ત્યારે તેના માટે પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવે છે. જો કે મોટાભાગના દુષ્કર્મના મામલામાં સામાજિક રીતે લોકોની વિકૃત માનસિક્તા જવાબદાર છે.

જ્યારે પણ દુષ્કર્મના કેસ આવે ત્યારે પોલીસને જવાબદાર ઠેરવતા હોઇએ છીએ. પરંતુ એક પિતા તેની પુત્રી પર દુષ્કર્મ આચરે એ સમાજ માટે કલંકરૂપ છે. તાજેતરમાં જ અમે દુષ્કર્મના સતત બની રહેલા બનાવો અંગે સર્વે કરાવ્યો હતો. જેમાં બે પરિબળો મુખ્યત્વે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જે પૈકી મોબાઈલ અને દુષ્કર્મ પીડિતના નિકટના સંબંધી કે પાડોશી જવાબદાર હોય છે. પિતા ખુદ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરે તેજ સૌથી મોટું સામાજિક દૂષણ છે.તેમણે કહ્યુ હતુ કે જ્યાં આપણે સૌથી વધારે વિશ્વાસ રાખતા હોય ત્યાં જ આવી નાની મોટી ઘટના બનતી હોય છે. જ્યારે પોલીસનો બચાવ કરતા જોવા મળ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners