• શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર વિવાદ વકર્યો
  • વાઘાણીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું
  • સોશિયલ મિડીયામાં કોણ જીતુ વાઘાણી હેશટેગ પર ટ્વિટનો આંકડો છેક 4.12 લાખ પર પહોંચ્યો

 WatchGujarat.જે લોકોને અહીં શિક્ષણ સારુ ન લાગતુ હોય તેઓ ગુજરાત છોડીને જતા રહે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના આ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. આપ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ કે, લોકોએ ગુજરાત છોડવાની જરૂર નથી બલ્કે જ્યારે લોકો જ આપની સરકાર બનાવશે તો ગુજરાતમાંય દિલ્હી જેવું સારુ શિક્ષણ આપીશું.

મિડીયા રિપોર્ટ મુજબ જીતુ વાઘાણીના નિવેદન બાદ સોશ્યિલ મિડીયામાં કાર્ટુન અને ભરપુર કોમેન્ટોની ભરમાર થવા માંડી છે જેમ કે શિક્ષણમંત્રીને શિક્ષણની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. લોકો શિક્ષણ ઉપરાંત ઉંચી ફી મુદ્દે વાઘાણી વિશે સવાલ પૂછી રહ્યા છે. સોશિયલ મિડીયામાં પર વાઘાણી ટ્રોલ થયા હતા. સોશિયલ મિડીયામાં કોણ જીતુ વાઘાણી હેશટેગ પર ટ્વિટનો આંકડો છેક 4.12 લાખ પર પહોંચ્યો હતો.

આ તરફ, દિલ્હીના ઉપમુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરીને ગુજરાતમાં આપ સરકાર બનાવશે દિલ્હી જેવુ શિક્ષણ આપશે તેવો રાજકીય ટોણો માર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ કે ભાજપ સરકાર અહંકારમાં રાચી રહી છે. પણ અભિમાન કરવાની જરૂર નથી. જે દિવસે ગુજરાતની જનતા ધારશે તો શોધ્યા નહી જડો.મોઢવાડિયાએ પણ એવી પ્રતિક્રિયા આપી છે કે વાઘાણીનું નિવેદન અહંકારથી ભરેલુ. લાખો વાલીઓ ઉપરાંત વિદ્યાર્થીઓના અપમાન સમાન છે. ટૂંકમાં ,શિક્ષણમંત્રીના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners