• શુક્રવારે જ રાજ્યમાં 5396 કેસો સાથે નવું જાહેરનામું જારી
  • કમુરતા બાદ પણ લગ્નોત્સવમાં કોરોનાના સંભવિત ગ્રહણને લઈ આયોજકો અને યજમાનો અવઢવમાં
  • કોરોના વચ્ચે કેવી રીતે વસંત પંચમી અને લગ્નસરામાં લગ્નો અને શુભ પ્રસંગો લેવા પ્રજા હવે દર વીકે નવી SOP માટે વેઇટ & વોચમાં

WatchGujarat. કોરોનાના શુક્રવારે રાજ્યમાં 5396 કેસો વચ્ચે હવે 15 મી થી કમુરતા ઉતરવા છતાં રાજ્યમાં હજારો લગ્ન આયોજકો, યજમાનો અને વ્યવસાયિકો હવે દર સપ્તાહે જાહેર થનારી નવી ગાઈડલાઈનોને લઈ કેવી રીતે નિર્વિઘ્ને પ્રસંગ પાર પડશે તેને લઈ ચિંતાની કતારોમાં મુકાઈ ગયા છે.

ભરૂચ જિલ્લામાં પણ કોરોનાએ તેજગતિએ પકડેલી રફતાર વચ્ચે હવે કમુરતા જ્યારે ઉતરવાના છે ત્યારે કોરોનનાં ગ્રહણને લઈ લગ્ન અને શુભ પ્રસંગોનું આગોતરું આયોજન કરીને બેસેલા હજારો યજમાનો અને આયોજકો અવઢવમાં મુકાઈ ગયા છે. શુક્રવારે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસે અડધી સદી ફટકારી હતી. જ્યારે રાજ્યમાં 5596 કેસો નોંધાયા હતા.

કોરોના ફરી બેકાબુ બનતા ફરી આકરા નિયંત્રણોનો કોરડો વિઝાવાની શકયતા તોળાઈ રહી છે. કમુરતા પુરા થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફરીથી શરૂ થતી લગ્નની મોસમ અને વસંત પંચમીને લઈ લગ્નો તેમજ શુભ અવસરો ઉપર કોરોના કાતર ફેરવી ના દે તેવી ચિંતા ફેલાઈ ગઈ છે.

આજે જારી થયેલી નવી SOP મુજબ હજી લગ્નો માટે 400 વ્યક્તિની ગાઈડલાઈન છે. નવી ગાઈડલાઈન હવે કોરોનાની સ્થિતિ મુજબ દર અઠવાડિયે જારી થશે. ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ રોજ ડબલ ડિજિટમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે લગ્નનું આયોજન અને તમામ તૈયારી કરી ને બેસેલા પરિવારો તેમજ વ્યાવસાયિકો કેવી રીતે પ્રસંગો નિર્વિઘ્ને પાર પડશે તેની વિમાસણમાં મુકાઈ ગયા છે. હાલ તો 31 જાન્યુઆરી સુધી લગ્નમાં 400 લોકોને ખુલ્લા પ્લોટમાં અને બંધ હોલમાં ક્ષમતાના 50 % ની છૂટ છે પણ પરિસ્થિતિ વણસી તો વધુ કડક નિયંત્રણોની શકયતા લોકોને સતાવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud