એક લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
ડોલવણ ખાતે યોજાયેલા લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વાયરલ થયેલા વિડિયો ના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી
WatchGujarat.એક તરફ રાજ્યભરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેવામાં લોકો ની બેદરકારી અને લાપરવાહી પણ સામે આવી રહી છે. શહેરોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેસમાં આશ્ચર્યજનક રીતે ઉછાળો નોંધાઈ રહ્યો છે. પરંતુ તેમ છતાં લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યાં.
કોરોના માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી guideline નું ઉલ્લંઘન થતું હોય તેઓ ઘણા કિસ્સામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવો જ કિસ્સો તાપી જિલ્લાના ડોલવણ ખાતે સામે આવ્યો છે. જ્યાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેની ડીજે પાર્ટી નો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડિયો ના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
https://youtu.be/aL6UvkN1Wwo
નોંધનીય છે કે શહેરોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યો છે, ત્યારે ડોલવણ ખાતે યોજાયેલા લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગનું આયોજન કનુભાઈ રામજીભાઈ ગામીત, જીતુભાઈ કનુભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં લગ્ન પ્રસંગ માટે કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. તેમજ ડીજે બોલાવીને મોટી સંખ્યામાં લોકોને ભેગા પણ કરવામાં આવ્યા હતા. એક તરફ કોરોનાની મહામારી એ માથું ઉચક્યું છે, ત્યારે સંક્રમણને રોકવા માટે સરકાર નવી ગાઇડલાઇન બહાર પાડી રહી છે.
તેવામાં સરકારના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે. સાથે સાથે લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવી તેમજ માસ્કનો ઉપયોગ નહીં કરી ને સરકાર તથા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોજેરોજ કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો માસ્ક વગર ફરતા દેખાઈ રહ્યા છે અને બજારો તેમ જ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માં પણ લોકો સોશિયલ ડિસ્ટનસિંગ જાળવતા નથી. તેના કારણે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ના કેસો ગંભીર રીતે નોંધાયેલા છે.
જોકે આવા પ્રસંગોને કારણે જ કોરોના ને રોકવું વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે