• 45થી વધુ ઉંમરના 5 લાખ દર્દીઓ પર સંશોધન
  • પેન્ડેમિકના લીધે ડોક્ટર પાસે જતા લોકો ઘટ્યા
  • કોરોનાના લીધે શ્વસનતંત્રની કાયમી બીમારી

WatchGujarat. કોરોના વાઈરસની ચાલી રહેલી ત્રીજી લહેરની વચ્ચે એ સત્ય છે કે કોરોના ફક્ત શ્વસનતંત્રને નહી પરંતુ સમગ્ર શરીરને નુકસાન કરે છે. જે દર્દીઓમાં ગંભીર રોગોની હાજરી હોય અથવા વધારે ઉંમર ધરાવતા હોય તે દર્દીઓને તકલીફ વધારે પડવાની છે. આ પેન્ડેમિકના કારણે આપણા માનસીક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પણ પડી છે. જેના લીધે કાયમી શ્વસનતંત્રની અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થઇ જાય છે.

હાઈ બી.પી અથવા હાયપરટેન્શન એક એવી બીમારી છે જેમાં ધમનીઓમાં ખુબ વધારે લોહી ફરતું હોય છે જેના લીધે હદય સુધીના લોહીમાં ઓક્સિજનની માત્રા ઘટે છે અને વ્યક્તિને હદયરોગ થાય છે. વ્યક્તિનું બ્લડપ્રેશર જયારે 140/90 ત્યારે તેને હાયપર ટેન્શન ગણવામાં આવે છે. જયારે પ્રેશર 180/120 હોય ત્યારે તેને ખુબ ઘાતક ગણવામાં આવે છે. હાઈબ્લડપ્રેશરના કોઈ લક્ષણો ન હોવાથી તેને સાઈલેન્ટ કીલર કહેવામાં આવે છે. USના સંશોધકો દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર કોરોનાના સમયગાળા દરમિયાન લોકોમાં હાઈબ્લડપ્રેશરની તકલીફ વધી છે. આ સંશોધન 45થી વધુ ઉંમરના 5 લાખ લોકો પર કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો દ્વારા તેમના 2018થી લઈને 2020 સુધીના બ્લડપ્રેશરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેની સરખામણી પણ કરવામાં આવી હતી.

હાઈબ્લડપ્રેશરના દર્દીઓમાં વધારાનું એક મોટું કારણ એ પણ છે કે કોરોના દરમિયાન લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ઘરમાં રહીને લોકોનું હલનચલન ઘટ્યું છે સાથેસાથે પેન્ડેમીકના લીધે લોકો ડોક્ટર પાસે પણ ઓછા જઈ રહ્યા હોવાથી પણ દર્દીઓ વધ્યા હશે. મુંબઈના ચેસ્ટ ફીઝીશીયન ડો. સુલેમાન લાધાનીના જણાવ્યા અનુસાર કોરોનાના લીધે લોકોમાં હાઈબ્લડપ્રેશર સાથેસાથે ડાયાબીટીસ અને માનસિક રોગોની સંખ્યા પણ વધી છે. જેમ વધારે ડાયાબીટીસવાળા લોકોમાં કોરોના થવાની શક્યતાઓ છે તેમ કોરોનાના કારણે દર્દીઓમાં ડાયાબીટીસ વધવાની શક્યતાઓ પણ છે. ડોકટરો દ્વારા હાઈબ્લડપ્રેશરથી બચવા સારો ખોરાક ખાવાની, માંસાહાર ન કરવાની, કસરત કરવાની અને પુરતી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners