દક્ષિણ સ્વિડનની એક લેબોરાટરીના કેમિસ્ટે પાસે છે અનોખું ઈન્હેલર
આ ઈન્હેલર વડે લોકો ભવિષ્યમાં વેક્સિન પાવડરના સ્વરૂપમાં ઘરમાં જ લઈ શકશે તેવો કેમિસ્ટનો દાવો
ISR નામની કંપનીએ કોરોનાની ડ્રાય-પાવડર વેક્સિન બનાવી, તેના માટે વિશેષ તાપમાનની પણ જરૂર નથી
WatchGujarat. હાલમાં કોરોના મહામારી સામે લડવામાં મદદરૂપ વેક્સિન પ્રવાહી રૂપમાં જ ઉપલબ્ધ છે. પરંતુ તમને જણાવી દઈએ કે ભવિષ્યમાં હવે ઈંજેક્શન તરીકે લેવાતી કોરોના વેક્સિન ગોળી કે પાઉડરના રૂપમાં મળશે. જે માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. કોરોના વેક્સિને ઈન્હેલર અને ડ્રાય-પાવડરના રૂપમાં આપવા માટે ઘણી કંપનીઓએ પરિક્ષણ પણ શરૂ કરી દીધા છે.
મળતી માહિતી મુજબ દક્ષિણ સ્વિડનના સૌથી મોટા સાયન્સ પાર્ક પૈકીના એક મેડીકોન વિલેજની એક લેબોરેટરીમાં કેમિસ્ટ ઈન્ડ્યેમો એન્ડર્સને દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં ઈન્હેલરના ઉપયોગ થી લોકો પાવડરના રૂપમાં ઘરમાં જ વેક્સિન લઈ શકશે. ઉલ્લેખનીય છે કે તેમની પાસે પ્લાસ્ટિકથી પાતળું અને માચીસથી અડધા કદનું ઈન્હેલર છે. તેમની ટીમને આશા છે કે આ નાનકડી પ્રોડક્ટ કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈમાં મોટી ભૂમિકા ભજવશે. તેમના દાવા મુજબ આ પ્રોડક્ટ વડે લોકો ભવિષ્યમાં વેક્સિન પાવડરના સ્વરૂપમાં ઘરમાં જ લઈ શકશે.
આ અંગે અસ્થમાના દર્દીઓ માટે ઈન્હેલર્સનું ઉત્પાદન કરતી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્હોન હોબાર કહે છે કે, આ વેક્સિન લેવી સાવ સરળ છે. તેમજ સસ્તામાં તેનું ઉત્પાદન કરી શકાય છે. આ પ્લાસ્ટિકની નાનકડી સ્લિપ કાઢી નાખો એટલે વેક્સિન ઈન્હેલર એક્ટિવેટ થઈ જાય. પછી તેને મોઢામાં મૂકીને ઊંડો શ્વાસ લેવાનો અને સૂંઘવાનું.
આ ઉપરાંત સ્ટોકમ સ્થિત આઈએસઆર નામની નવી ઈમ્યુનોલોજી રિસર્ચ કંપનીએ કોવીડ 19નો સામનો કરવા માટે ડ્રાય પાવડર વેક્સિન બનાવી છે. જેમાં આઈકોનોમો નામની કંપનીએ તેની સાથે સહકાર સાધ્યો છે. હાલ તેની વેક્સિનનું પરિક્ષણ કોવિડ 19ના બિટા અને આલ્ફા વેરિએન્ટ પર કરી રહી છે. કંપનીનું માનવું છે કે, હાલ આફ્રિકામાં વેક્સિનનું કોઈ ઉત્પાદક નથી. એવામાં કોવિડ 19ની વેક્સિનના સ્ટોરેજ તથા વિતરણમાં ઉષ્ણ હવામાન તથા વિજળીનો મર્યાદીત પુરવઠો મોટો પડકાર છે. આવા સમયે ડ્રાય-પાવડર વેક્સિન આફ્રિકામાં વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
શું છે આ ડ્રાય-પાવડર રસીની ખાસિયત?
ઉલ્લેખનીય છે કે ફાઈઝર, મોડર્ના, એનસ્ટ્રાઝેનિકા જેવી કંપનીઓ કોવિડ 19ના RNA અથવા DNA કોડનો ઉપયોગ કરે છે. પરંતુ ડ્રાય-પાવડર વેક્સિનમાં મેન્યુફેક્ચર્ડ કોવિડ-19 વાઈરસ પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રોડક્ટ 40 ડિગ્રી સેન્ટીગ્રેટ ઉષ્ણતામાનમાં પણ સલામત રહે છે. તમને જણાવી દઈએ કે હાલની તમામ કોરોના વાઈરસ વેક્સિના સંગ્રહ માટે ચોક્કસ સ્તરનું ઉષ્ણતામાન જાડવી રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આ ડ્રાય પાવડર માટે કશું જ અનિવાર્ય નથી.
આ ડ્રાય-પાવડર વેક્સિનના કારણે વેક્સિનના વિતરણની વ્યવસ્થા પણ સરળ બનશે. સાથે સાથે લોકોને આરોગ્ય કર્મચારીઓ વિના પણ આ વેક્સિન આપી શકાશે. આ વેક્સિનને લીધે દુર્ગમ વિસ્તારોમાં પહોંચવાની તકો સર્જાશે. મહત્વનું છે કે આ વેક્સિન ટેક્નોલોજી પર્યાવરણને અનુકૂળ વિકલ્પ આપે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાય-પાવડર વેક્સિનનું પરિક્ષણ અત્યાર સુધીમાં માત્ર ઉંદરો પર કરવામાં આવ્યું છે. જોકે આગામી બે મહિનામાં માણસો પર તેનું પરિક્ષણ શરૂ કરવામાં આવશે. જો આ ડ્રાય-પાવડર વેક્સિન સફળ સાબિત થશે તો વેક્સિનની સરળ ઉપલ્બધ્તા થશે, સાથે વેક્સિનનો બગાળ અને રસીકરણ કાર્યક્રમનો ખર્ચ ઘટાડવામાં તેનું મહત્વનું યોગદાન રહેશે.