2 એસીપી, 3 પીઆઇ 12થી વધુ પીએસઆઇને કોરોના
અત્યાર સુધીમાં કુલ 351 પોલીસકર્મી અને અધિકારીઓને કોરોના થયો
માત્ર 2 પોલીસકર્મીને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી
અન્ય તમામ પોલીસકર્મીઓ હોમ આઇસોલેશનમાં
Watchgujarat.દેશ સહિત રાજ્યમાં કોરોનાએ માથુ ઉચક્યુ છે ત્યારે ઘરથી લઇને ઓફીસ સુધી, શાળાથી લઇને કોલેજ સુધી તમામ જગ્યાએ કોરોનાએ આંટો મારી લીધો છે. ત્યારે હમણાં પ્રજાની રક્ષા કરતા પોલીસકર્મીઓ પણ આ કોરોનામાં સપડાંયા છે. અમદાવાદમાં હમણાં ઘડેપગે પ્રજાની સેવા કરતાં પોલીસકર્મીમાંથી એક જ દિવસમાં 85 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં 85 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે.જેમાં 2 એસપી, 3 પીઆઇ 12થી વધુ પીએસઆઇનો સમાવેશ થાય છે . જેમાંથી માત્ર 2 પોલીસકર્મીને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. બાકીનાં તમામ પોલીસકર્મીને સામાન્ય લક્ષણો હોવાથી હોમ આઇસોલેશનમાં છે. અત્યાર સુધીમાં કુલ 351 પોલીસકર્મી અને અધિકારીઓને કોરોના થયો છે. સાવચેતીનાં ભાગરૂપે પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ કરવામાં આવે છે જેમાં ગઇ કાલે કરેલા રિપોર્ટમાં 85 પોલીસ કર્મીઓ પોઝીટીવ આવ્યા છે. જો કે મોટાભાગના પોલીસકર્મીને સામાન્ય લક્ષણો હોવાથી હોમ આઇસોલેશનમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર બાદ ફરી કેસમાં વધારો થયો છે. બે દિવસ રાજ્યમાં કેસ ઘટ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10 હજાર 150 નવા કેસ નોંધાયા છે અને 6 હજાર 96 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 3 હજાર115 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 92.04% છે.
- 2 એસીપી, 3 પીઆઇ 12થી વધુ પીએસઆઇને કોરોના
- અત્યાર સુધીમાં કુલ 351 પોલીસકર્મી અને અધિકારીઓને કોરોના થયો
- માત્ર 2 પોલીસકર્મીને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી
- અન્ય તમામ પોલીસકર્મીઓ હોમ આઇસોલેશનમાં