• સાંસદ મનસુખ વસાવાએ ગુરૂવારે દેડિયાપાડાના કનબુડી-મોરજડીના રસ્તામાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી
  • પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં જ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ થયા
  • આ એક ફરિયાદ બાદ શુક્રવારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી સવારે જ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા
  • રસ્તો ખોડાવી મંત્રી પૂર્ણેશ મોદીએ ગેરરીતિની તપાસ અર્થે સેમ્પલો સરકારી લેબમાં મોકલી આપતા રોડ કોન્ટ્રાક્ટરની હાલત બગડી

WatchGujarat. સાંસદ મનસુખ વસાવાની દેડિયાપાડાના કનબુડી-મોરજડીના રસ્તામાં ભ્રષ્ટાચારની ફરિયાદથી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણૅશ મોદી ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા. નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીએ સવારે દોડી આવી રોડ ખોડાવી ગુણવત્તાની ચકાસણી માટે સેમ્પલ સરકારી લેબમાં તાબડતોબ મોકલ્યા છે.

મળતી વિગતો અનુસાર ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ ગુરૂવારે પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં દેડિયાપાડામાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ફરિયાદ કરી હતી. જેને ધ્યાને લઇ શુક્રવારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી સવારે જ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. રસ્તો ખોડાવી તેમણે ગેરરીતિની તપાસ અર્થે સેમ્પલો સરકારી લેબમાં મોકલી આપતા રોડ કોન્ટ્રાક્ટરની હાલત બગડી ગઈ છે.

ગુરુવારે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સંકલન મિટિંગમાં ડેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજમાં ભારે ગેરરીતિ થઈ છે, તે બાબતની જિલ્લા પ્રભારી મંત્રી સમક્ષ સાંસદ મનસુખ વસાવા એ રજુઆત કરી હતી. સાંસદની ફરિયાદને લઈ શુક્રવારે સવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદી તાત્કાલિક ધોરણે રૂબરૂ આ વિભાગના અધિકારીઓ સાથે કનબુડી થી મોરજોડી જતા રસ્તાની સ્થળ વિઝીટ લીધી હતી. આ રસ્તામાં વપરાયેલા માલ મટીરીયલના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલને સરકારની લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

દેડીયાપાડા કનબુડી ગામમાં મનસુખ વસાવા દ્વારા રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિસ્ફોટ કરતા મધુભાઈ શાહ કોન્ટ્રાક્ટની હાલત બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે પોતાની ફરિયાદ ઉપર મંત્રી સવારે જ ટીમ સાથે દોડી આવી તપાસ કરાવતા સાંસદે ભાજપની આ પ્રજાલક્ષી કામગીરીની સરાહના કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud