• અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન
  • આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ શરૂ કરાવશે સૌથી મોટો લાઇટ શો
  • 51 શક્તિપીઠ પરીક્રમાની પણ શરુઆત કરાવશે

WatchGujarat.મા અંબાના ધામ અંબાજીમાં આવતા માઈભક્તોએ રાત્રી રોકાણ કરવા આકર્ષવા ગબ્બર પર્વત પર 13 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોના આયોજન કરાઈ રહ્યું છે. સોમનાથની જેમ ગબ્બર ઉપર નિ:શુલ્ક લાઈટ&શો જોઈ શકાશે. જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ ભારતના સૌથી મોટા સાઉન્ડ એન્ડ લાઈટ શોનું નિર્માણ કરવામાં આવેલ છે. જેથી ગબ્બર પર્વત ઉપર લેશર શોના માધ્યમથી બારેમાસ માતાજીના વિવિધ સ્વરૃપો અને કથા તથા પ્રસંગો દર્શાવવામાં આવશે. આથી માતાજીનો મહિમા લાખો યાત્રિકો જાણી શકશે અને પર્વત ઉપર ચિત્ર સ્વરૃપે માતાજીની ઝાંખીના દર્શન પણ કરી શકશે. રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ, મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૃપિયાના ખર્ચે આ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમ જુનાગઢમાં લીલી પરિક્રમા કરાય છે તે મુજબ જ ગબ્બર પર્વતની ફરતે આવી જ પરિક્રમા કરી શકાશે.

08મી એપ્રિલે સાંજે- 07.30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ. 3 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર મંદિર રિનોવેશન અને સુવિધાઓનું નિરીક્ષણ કરી મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપ્લીઉકેશનનું લોન્ચીંગ કરશે. અંબાજી ગબ્બર ખાતે રૂ. 13.35 કરોડના ખર્ચથી નિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રિહર્સલ કરવામાં આવ્યુ હતું. ગબ્બર પર્વત પર, શિવજી, અંબાજી મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓની દર્શાવવામાં આવી છે.લાઇટ અને સાઉન્ડ શોનુ રિહર્સલ કરવામાં આવ્યુ હતું જેનો ભવ્ય નજારો જોવા મળ્યો. મહત્વનું છે કે 8થી 10 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉએ અંબાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય તેમાં કોઇ નવાઇ નહિ.

Facebook Comments Box

Videos

Our Partners