શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના કેસ વધતાં કોરોના ટેસ્ટીંગ અભિયાન હાથ ધરાયું
ગઈ કાલે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા
આજે સવારે 10 વાગ્યેથી યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ કાતે કોરોના ટેસ્ટીંગ હાથ ધરાયું
કોરોના સંક્રમિત થતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે અલગ આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી
WatchGujarat. ગઈ કાલે એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 175માંથી 36 વિદ્યાર્થિનીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં સત્તાધીશોની ચીંતા વધી છે. ત્યારે આજ રોજ બોયઝ હોસ્ટેલ ખાતે કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે સવારથી જ ધન્વંતરિ રથના માધ્યમથી વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
એમ.એસ. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં કોરોના ટેસ્ટિંગ શરૂ
શહેરમાં વધી રહેલા કોરોના કેસોને પગલે એમ.એસ. યુનિ. દ્વારા વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે બોયઝ હોસ્ટેલની બહાર કોરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં બોયઝ હોસ્ટેલના મુખ્ય કેમ્પસમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં મેઈન બોયઝ હોસ્ટેલ કેમ્પસના 9 હોસ્ટેલ અને પોલીટેક્નિક કેમ્પસના 3 હોસ્ટેલ આમ કુલ 12 હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું છે. મહત્વનું છે કે એમ.એસ. યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસએસજી ના સહયોગથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે.
જોકે આ પહેલાં કોરોનાના ટેસ્ટ 22 જાન્યુઆરીના રોજ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મેડિકલ ટીમે આજે બોયઝ હોસ્ટેલમાં કોરોના ટેસ્ટ કરાવવા યુનિવર્સિટી તંત્રને જણાવ્યું હતું. નોંધનીય છે કે તાજેતરમાં જ આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં અન્ય વિદ્યાર્થીઓ પોતાના ટેસ્ટ કરાવતાં અન્ય ત્રણ મળીને કુલ ચાર વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ટેક્નોલોજી ફેકલ્ટીમાં એપ્લાઇડ કેમિસ્ટ્રી વિભાગના હેડ અને ચાર વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયા છે.
ગત રોજ ગર્લ્સ હોસ્ટેલ ખાતે મહાનગરપાલિકાના સહયોગથી સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી 175 વિદ્યાર્થિનીઓનાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પણ 36 વિદ્યાર્થિનીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે તમામને તાત્કાલિક દવા આપીને હોસ્ટેલના આઇસોલેશન વિંગમાં શિફ્ટ કરવા માટે વોર્ડનને સૂચના આપવામાં આવી છે. સાથે સાથે તેમના વાલીને પણ જાણ કરવામાં આવશે. હાલ 4 ગર્લ્સ હોસ્ટેલમાં કુલ 220 વિદ્યાર્થિનીઓ રહે છે. યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતાં સત્તાધીશો અને પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયાં છે. જોકે હજી સુધી વિદ્યાર્થીઓમાં કોઈ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યુ નથી.