• હોસ્પિટલની ઓચિંતિ મુલાકાત લઇને ડોક્ટરો સાથે વાતચીત કરી
  • સિવિલમાં સફાઈ કર્મીથી લઈને RMO સાથે ચર્ચા કરી
  • સારવાર લઇ રહેલા ઇન્ડોર પેશન્ટ્સ સાથે વાતચીત કરી માહિતી મેળવી

WatchGujarat.રાજ્યમાં કોરોના કેસ વધતાં તંત્ર હરકતમાં આવ્યું છે.સરકાર પણ કામે લાગી છે.રાજ્યનાં મોટ શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય લંબાવાયો છે તો મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સરપ્રાઇઝ મુલાકાત લઇને કામગીરી તપાસી રહ્યા છે. આજે વહેલી સવારે જ ખુદ મુખ્યમંત્રી ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા અને ડોક્ટરો સાથે મુલાકાત લીધી હતી.સીએમની અચાનક મુલાકાતથી સ્ટાફ હરકતમાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા.વહેલી સવારે હોસ્પિટલની ઓચિંતિ મુલાકાત લઇને ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સિવિલમાં મુખ્યમંત્રીએ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી હતી. આ સરપ્રાઈઝ વિઝીટમાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. સાથે જ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી. તો આ સાથે જ તેમણે ICU વોર્ડની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ સિવિલમાં સફાઈ કર્મીથી લઈને RMO સાથે ચર્ચા કરી હતી. સાથે જ મુખ્યમંત્રીએ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તો મુખ્યમત્રીએ અહીં સારવાર લઇ રહેલા ઇન્ડોર પેશન્ટ્સ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ સફાઇ, દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતા મહિને જ વાયબ્રન્ટ સમિટ યોજાવા જઇ રહી છે જ્યારે બીજી બાજુ કોરોનાએ માથુ ઉચક્યું છે. ત્યારે સરકાર કોરોના ગાઇડલાઇનને ચુસ્ત પાલન કરાવી રહી છે.મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાતથી હોસ્પિટલ સ્ટાફ પણ સજાગ થઇ ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud