• અનેક લોકોને શરીરમાં નબળાઈ અને થાકની સમસ્યાઓ રહેતી હોય છે
  • રિસર્ચના આધારે લોકોમાં રિકવરી બાદ 10 દિવસ સુધી લક્ષણો રહે છે
  • રિકવરી બાદ કેટલીક ચીજનું સેવન કરવાનું ટાળવું જોઈએ

Watchgujarat.મોટાભાગનાં વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોઇ પહેલી લહેરમાં તો કોઇ બીજી લહેર તો વળી કોઇ હાલમાં પણ કોરોનાનો સામનો કરી રહ્યા છે ત્યારે સારો ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. કોરોનાથી રિકવર થયા બાદ પણ યોગ્ય ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે.

ત્યારે કોરોના રીકવરી બાદ અનેક લોકોને શરીરમાં નબળાઈ અને થાકની સમસ્યાઓ રહેતી હોય તેવું જોવા મળે છે. આ લોન્ગ કોવિડના લક્ષણો હોઈ શકે છે. રિકવરી બાદ કેટલીક ચીજનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જેનાથી શરીરમાં ખોવાયેલી નબળાઈ પરત આવી શકે.કોરોના વાયરસના સંક્રમણથી સાજા થયા બાદ અનેક લોકોને લાંબા સમય સુધી મોઢાનો સ્વાદ સારો રહેતો નથી, નબળાઈ રહે છે, ભૂખ લાગતી નથી, રિસર્ચના આધારે લોકોમાં રિકવરી બાદ 10 દિવસ સુધી લક્ષણો રહે છે તેમાં કેટલાક 68 દિવસ સુધી રહે છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ લક્ષણો રહે છે જેને લોન્ગ કોવિડ કહેવાય છે.

મળતી માહિતિ અનુસાર કોરોનાથી રિકવરી બાદ કેટલાક મહિના સુધી ઘરનું ખાવાનું ખાઓ તે યોગ્ય છે. બહારનું ખાવાનું ક્યારે બન્યું છે તેની કોઈ જાણકારી મળતી નથી અને સાથે તેમાં શું મિક્સ કરાયું છે તે જાણી શકાતું નથી. આ પ્રકારનું ફૂડ હેલ્થને નુકસાન કરે છે. તો તેને ખાવાનું ટાળો.

-કુકીઝ, કેક અને ચોકલેટ, કાર્બોનેટેડ ડ્રિંક, પ્રોસેસ્ડ ફ્રૂટ જ્યૂસ અને અન્ય મીઠા જ્યુસમાં વધારે ખાંડ હોય છે. કેટલીક કંપનીઓ કૃત્રિમ મીઠાશ મિક્સ કરે છે. જે શરીરને માટે હાનિકારક હોય છે. તેના સેવનથી બચવું યોગ્ય છે.

-પ્રોસેસ્ડ ફૂડ એ હોય છે જેને રાખવા માટે મેકેનિકલ અને કેમિકલ પ્રોસેસિંગ કરાય છે જે બજારમાં ડબ્બા કે પેકેટમાં આવે છે. બીઝી લાઈફસ્ટાઈલના કારણે લોકો તેને પસંદ કરે છે. નોનવેજ, કોર્ન, વટાણા જેવા પદાર્થો કેમિકલ પ્રોસેસિંગ બાદ બોક્સમાં વેચાય છે. તેને વધારે સમય સુધી પ્રયોગ કરાય છે. આ માટે ફ્રોઝન કે પ્રોસેસ્ડ મીટ, સોસ કે કોઈ અન્ય ફ્રોઝન ફૂડનું સેવન કરવાનું ટાળો તે યોગ્ય છે.

-ફેક્ટ્રીમાં બનતા ટ્રાન્સફેટ વાળા પ્રોડક્ટના સેવનથી બચો. તેમાં ડાલડા, ફ્રોઝન પિત્ઝા, તળેલું ભોજન, પાઈ, કુકીઝના સેવનથી દૂર રહો તે યોગ્ય છે.

-ઘરમાં ભોજન કરવાનો અર્થ એ નથી કે તમે પુરી, પરાઠા, સમોસા, છોલે જેવા ભારે ભોજન કરો. ઘરનું ખાવાનું અને સાદુ ખાવાનું ખાવાથી ફાયદો થઈ શકે છે. તે પચવામાં હળવું હોય, તાજું હોય અને સરળતાથી પચી શકે તેવું હોય તેનો ઉપયોગ કરો. તેનાથી એનર્જી મેળવવામાં મદદ મળી રહે છે.

Facebook Comments Box

Videos

Our Partners