• ક્રિકેટર કૃણાલ પંડ્યાનું ટ્વીટર એકાઉન્ટ હેક થતા ફેન્સ આશ્ચર્યમાં મુકાયા
  • ભારતીય બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝ માટે એક દિવસ પહેલા જ ટીમની જાહેરાત કરી છે
  • ક્રુણાલ બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીના રોજ આગામી મેગા હરાજીમાં ભાગ લેશે

WatchGujarat. ગુરુવારે સવારે ક્રિકેટના ફેન માટે માઠા સમાચાર આવ્યા છે. ક્રિકેટર કૃણાલ પંડ્યાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે પોતાનું આઈડી જાહેર કરીને આ વાતની જવાબદારી લીધી છે અને આ એકાઉન્ટ બિટકોટન્સના બદલામાં વેચવાનું પણ ટ્વીટર મેસેજ માં જોવા મળ્યું છે. જો કે આ ઘટનાને કારણે કોમેન્ટ બોક્સમાં કેટલાક યુઝર્સ હળવી કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

ભારતીય બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝ માટે એક દિવસ પહેલા જ ટીમની જાહેરાત કરી છે. જેમાં કૃણાલને હોમ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી. અને તેના બીજા દિવસે તો કૃણાલ પંડ્યાનું ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના સામે આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કૃણાલ પંડ્યાને પડતો મુકવામાં આવ્યો છે. ક્રુણાલ બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીના રોજ આગામી મેગા હરાજીમાં ભાગ લેશે.
IPLની છેલ્લી સીઝનમાં તે માત્ર 143 રન બનાવી શક્યો હતો અને 13 મેચમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. કૃણાલ પંડ્યા પાસે આઈપીએલનો પુષ્કળ અનુભવ છે. અને તે નવી ફ્રેન્ચાઈઝી માટે કામમાં આવશે તેવું જાણકારો માની રહ્યા છે.

જો કે ટ્વીટર એકાઉન્ટ હેક થવા મામલે હજી સુધી કૃણાલ પંડ્યા તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અગાઉ પણ અનેક સેલિબ્રિટીના એકાઉન્ટ હેક થવાના મામલાઓ સામે આવી ચુક્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners