• બનાવના 11 દિવસ બાદ પોલીસને એક નાની સફળતા મળી હોવાનું સુત્રોએ જણાવ્યું
  • ટ્રેનમાં યુવતીનો પીછો કરનાર એક શંકાસ્પદને સુરતથી ઝડપી પાડ્યો
  • જો કે આ શકમંદ અને વડોદરાનાં દુષ્કર્મી વચ્ચે કોઇ સંબંધ નથી તેમ રેલ્વે પોલીસનાં સુત્રોએ ઉમેર્યું

WatchGujarat. વડોદરામાં સ્વૈચ્છીક સંસ્થામાં કામ કરતી યુવતી પર વડોદરામાં સામુહિક દુષ્કર્મ થયા પછી યુવતીએ ગુજરાત ક્વીનમાં વલસાડ પાસે આત્મહત્યા કરી હતી. આ મામલે વડોદરા પોલીસ સહિત રેલવે પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કામ કરી રહી છે. ત્રણ-ત્રણ એજન્સીઓ એક સાથે કામ કરવા છતાં આરોપી હજુ પોલીસની પકડથી બહાર છે. પરંતું બનાવના 11 દિવસ બાદ પોલીસને એક નાની સફળતા મળી છે. જેમાં ટ્રેનમાં યુવતીનો પીછો કરનાર એક શંકાસ્પદને ક્રાઇમ બ્રાન્ચે સોમવારે રાત્રે સુરતમાંથી ઝડપી લીધો હોવાની માહિતી મળી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આત્મહત્યા પહેલા યુવતી ટ્રેનના વોશરૂમમાંથી કોઇ પોતાનો પીછો કરી રહ્યો હોવાનો મેસેઝ કર્યો હતો. સામુહિત દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી ડરેલી હતી ત્યાં ફરી તેનો કોઇ પીછો કરતું હોવાની ખબર પડતા તેણે ડરમાં આત્મહત્યા કરી લીધી હતી. જો કે આ શકમંદ અને વડોદરાનાં દુષ્કર્મી વચ્ચે કોઇ સંબંધ નથી તેમ રેલ્વે પોલીસનાં સુત્રોએ જણાવ્યું છે.

નોંધનીય છે કે દુષ્કર્મ અને આત્મહત્યાની ઘટના પાછળ એક જ આરોપી છે કે બન્ને ઘટના અલગ છે તેની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી હતી. જેમાં અનેક સીસી ટીવી જોયા પછી એક શંકાસ્પદ વ્યક્તિને અલગ તારવ્યો હતો. જે રેલ્વે સ્ટેશન ઉપર હતો તે યુવતીનો પીછો કરી રહ્યો હતો અને તે શંકાસ્પદ પછી ભાગતો દેખાય છે. ક્રાઇમ બ્રાન્ચે આ શંકાસ્પદને સુરતમાંથી શોધી કાઢ્યો હતો. જેણે રેલવે સ્ટેશન ઉપર એકલી યુવતી જોઇ તેનો પીછો શરૂ કર્યો હતો. હાલમાં તેને અમદાવાદ લાવી પુછપરછ કરવામાં આવી રહી છે. આ શંકાસ્પદ માણસનાં જ ડરમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે અત્યાર સુધી 400થી વધુ અલગ અલગ સીસીટીવી ફૂટેજી તપાસ્યા છે. અને હાલ પણ કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસની વિવિધ ટીમો અલગ અલગ લોકેશન પર બનાવ સંદર્ભે આરોપીઓ સુધી પહોંચવાની કડી મેળવવાના પ્રયાસો કરી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners