વાઘોડીયા પોલીસ સ્ટેશનના લુંટ, અપહરણ અને સૃષ્ટી વિરૂદ્ધના કૃત્ય જેવા અત્યંત ગંભીર ગુનામાં છ માસથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો
વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોર્ડ આરોપીને બાતમીના આધારે વોચ ગોઠવી દબોચી લીધો હતો.
હ્યુમન ઈન્ટેલીજન્સનું નેટવર્ક પણ કેટલું ઉપયોગી હોય શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સા એ આપ્યું છે
WatchGujarat. પોલીસ ગુનાઓને ઉકેલવા માટે પહેલા હ્યુમન ઈન્ટેલીજન્સ એટલે કે બાતમીદારોના નેટવર્ક પર વધારે આધારીત હતી. જો કે સમય બદલાતા ટેકનોલોજીનો વ્યાપ વધતા ટેકનીકલ સર્વેલન્સે બાતમીદારોની જગ્યા લઈ લીધી હતી. જો કે આજે પણ જો બાતમીદારોનું નેટવર્ક સ્ટ્રોંગ હોય તો ગંભીરમાં ગંભીર ગુનો પણ ઉકેલી શકાય છે. તેવો એક કિસ્સો આજરોજ સામે આવ્યો છે. જેમાં લુંટ, અપહરણ અને સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યમાં સંડોવાયેલા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
વડોદરા પોલીસ વિદેશમાં છુપાયેલ આરોપીને પણ શહેરમાં પાછો લાવવા પણ સક્ષમ છે. પહેલા પોલીસ બાતમીદારોના નેટવર્ક એટલે કે, હ્યુમન ઈન્ટેલીજન્સનો સહારો લઈને કેસો ગણતરીના સમયમાં ઉકેલી નાખતી હતી. જો કે સમય જતા બાતમીદારોના નેટવર્કની જગ્યા ટેક્નીકલ સર્વેલન્સે લઈ લીધી છે. આજના સમયમાં ટેક્નોલોજી કોઈ પણ પ્રકારના ગુનાઓમાં ગુનાઓના મુળ સુધી પહોંચવામાં મહત્વની સાબીત થઈ રહી છે. તેવામાં બાતમીદારોનું નેટવર્ક ઘટ્યું નહી હોવાનો કિસ્સો આજરોજ સામે આવ્યો છે.
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમીક વિગતો અનુસાર, વોઘોડીયા પોલીસ સ્ટેશનમાં ગત તા. 11 જુનના રોજ લુંટ, અપહરણ તેમજ સૃષ્ટી વિરૂદ્ધના કૃત્ય અંગેનો ગુનો નોંધાયો હતો. જેમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી અક્ષય મહેન્દ્રભાઈ ગોહીલ (ઉ.વ.21) (રહે, રાજદિપ ટેનામેન્ટ, રામદેવ નગર નજીક, આજવા રોડ, વડોદરા.) છ મહિનાથી નાશતો ફરતો હતો. જો કે પોલીસે તેને પકડી પાડવા સતત તપાસ ચાલુ રાખી હતી. આ ઉપરાંત આરોપીને પકડી પાડવા વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોર્ડ પણ જોડાઈ હતી.
આજરોજ વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ, પીએસઆઈ વિ.જી. લાંબરીયા, હે.કો અજીતસીંહ ગનુભા, પો.કો ગૌતમ ગણેશભાઈ તેમજ પો.કો તુષારભાઈ અરવીંદભાઈ નાઓને બાતમી મળી હતી કે, વોઘોડીયાના લુંટ, અપહરણ તથા સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યમાં નાશતો ફરતો આરોપી અક્ષય ગોહીલ શહેરના પંડ્યા બ્રીજ નીચે આવવાનો છે. આ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. આ દરમ્યાન આરોપી અક્ષય આવી જતા તેને દબોચી લેવામાં આવ્યો હતો. વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોર્ડની આ કામગીરીથી ચો તરફ સરહાના થઈ રહી છે.