• ડભોઈ તાલુકાના કનાયડા ગામમાં સ્કૂલની જર્જરિત ઈમારત તોડી નાખી
  • 18 મહિના સુધી તંત્રની ઉંઘ ન ઉડતા ગામના લોકોએ કબ્રસ્તાનના શેડને તાળાં મારીને વિરોધ નોંધાવ્યો
  • સ્કુલની ઈમારતના 6 ઓરડા બાંધવા માટે રૂા.55 લાખની ગ્રાંટ મંજુર થઈ હોવાનું અધિકારીઓ જણાવ્યું

Watchgujarat.ગતિશીલ ગુજરાતનો વિકાસ ક્યારેક ભટકાય જતો હોય તેવું લાગે છે. શિક્ષણનાં ભણગાં ફૂકતા નેતાઓએ કદાચ ગામડાઓની સ્કૂલમાં જઇને નહીં જોયું હોય કે બાળકો કઇ રીતે શિક્ષણ મેળવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરીને મેળવી લે છે. આવું જ કંઇક જોવા મળ્યું હતુ ડભોઇના કનાયડા ગામમાં. અહીં સ્કૂલની ઇમારત તોડી પાડતા નવી ઇમારત બનાવવાનો તંત્રને હજુ સમય મળ્યો નથી માટે ગામના 196 વિદ્યાર્થીઓ કબ્રસ્તાનમાં શેડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે.

મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના કનાયડા ગામમાં સ્કૂલની જર્જરિત ઈમારત તોડી નંખાયા બાદ નવી બાંધવામાં ન આવતા ગામના 196 વિદ્યાર્થીઓ કબ્રસ્તાનમાં શેડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે. 18 મહિના સુધી તંત્ર ઉંઘ ન ઉડાડતા ગામના લોકોએ વિદ્યાર્થીઓ જ્યાં ભણતા તે દૂધ મંડળી, ગ્રામ પંચાયત તેમજ મદ્રેશાની ઈમારત, કબ્રસ્તાનના શેડને તાળાં મારીને વિરોધ નોંધાવ્યો છે.

મિડીયા સાથે વાત કરતાં કનાયડા ગામનાં સરપંચ નગીનભાઈ તલાવીયાએ જણાવ્યું હતું કે ગામની સ્કૂલની ઈમારત જર્જરિત થયા પછી તેને તોડી પડાઇ હતી. જેના 18 મહિના બાદ પણ હજુ સુધી સ્કૂલની ઈમારત બાંધવામાં આવી નથી. સ્કૂલ ન હોવાથી ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 196 વિદ્યાર્થીઓ ગામની દૂધ મંડળી,ગ્રામ પંચાયત તેમજ મદ્રેશાની ઈમારતો તેમજ કબ્રસ્તાનમાં બનાવેલા શેડની નીચે બેસીને ભણવા મજબુર બન્યાં છે. સ્કુલની ઈમારતના 6 ઓરડા બાંધવા માટે રૂા.55 લાખની ગ્રાંટ મંજુર થઈ હોવાનું અધિકારીઓ જણાવે છે.પરંતું અત્યાર સુધી ઈમારત બાંધવાની શરૂઆત કરવામાં આવી નથી. બીજી બાજુ ગામના લોકોએ દુધ મંડળી, મદ્રેશા અને કબ્રસ્તાનમાં બનાવેલા શેડને તાળાબંધી કરીને વિરોધ દર્શાવ્યો છે. આટલું જ નહીં ગામ લોકોએ ભેગા મળીને જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના જોતા સવાલ થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત ? આશા રાખીએ કે જલદી તંત્રની ઉંઘ ઉડે અને નાના ભૂલકાઓને શિક્ષણ મેળવવા માટે ઓરડો મળે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud