• દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના ASI લાંચ લેતા એસીબીના હથ્થે ચડી ગયા
  • ASI એ રૂ.10 હજારની લાંચની માંગણી ફરિયાદી પાસે કરી હતી
  • એસીબીએ ASIને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Watchgujarat.  સરકારી બાબુઓ યેનકેન પ્રકારે સામાન્ય નાગરીકો પાસે પૈસા પડાવવા ઉસ્તાદ થઈ ગયા છે. રાજ્યના અનેક ભાગોમાં એસીબી દ્વારા કેટલાક સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથો પકડી પાડવામાં આવતા હોય છે. તેવામાં આજે વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનનાં ASI છોકરાપક્ષ અને છોકરીપક્ષ વચ્ચે સમાધાન કરાવાના મદ્દે રૂ. 10 હજારની લાંચ લેતા એસીબીના હથ્થે ચડી ગયા હતા. એસીબીએ ASI ને રંગે હાથો લાંચ લેતા ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, ફરિયાદીના ભાઈની દિકરી બે મહિના અગાઉ એક છોકરા સાથે ભાગી ગઈ હતી. આ મામલે પંચ રાહે જેતે વખતે સામાધાન કરી દાવા પેટે છોકરા પક્ષવાળાએ રૂપિયા આપવા પડશે તે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે પૈસા આપવામાં ચાર-પાંચ દિવસ ઉપર થઈ જતા ફરિયાદીના ભાઈએ છોકરાપક્ષવાળાને પકડી તેમના ઘરમાં બસાડી દિધા હતા.

આ દરમિયાન ગત તા. 17 નવેમ્બરના રોજ દાહેદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી ASI બદાભાઇ દલસીંગભાઇ ચૌહાણનો ફોન ફરિયાદીના ભાઈ ઉપર આવ્યો હતો. અને તેને છોકરાને હાજર કરવા જણાવ્યું હતું. જેથી ફરિયાદી તથા ગામના બીજા માણસો છોકરાને લઈ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા. અને ત્યાં ASI બદાભાઇ સમક્ષ છોકરાને રજુ કર્યો હતો. આ બાદ છોકરાપક્ષવાળાએ અને છોકરીપક્ષવાળા સાથે સમાધાન કરી દાવાના બાકી પૈસા રૂ. 1 લાખ આપ્યા હતા. જેથી ASI બદાભાઇએ તમારો નિકાલ કરાવી આપ્યો છે તો મને રૂ. 20 હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું. જે બાદ ફરિયાદીએ પૈસા ઓછા કરવા કહેતા છેલ્લા રૂ. 10 હજાર નક્કી કરવામાં આવ્યા હતા.

આ પૈસા ફરિયાદી આપવા માંગતા નહોતા તેના કારણે તેઓએ એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ ફરિયાદના આધારે સમગ્ર મામલાથી વાકેફ થઈ ASI બદાભાઇને પકડી પાડવા છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતુ. આ છટકા દરમિયાન ASI બદાભાઇએ આવી ફરિયાદી પાસે લાંચની માંગણી કરી લાંચ પેટે રૂપિયા સ્વિકારતા એસીબીની ટીમ ઘસી આવી હતી અને ASI બદાભાઇને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા. જે બાદ એસીબીએ આગળની કાયદેસરની કાર્યવાહી આગળ વધારી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud