• દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત
  • ફતેપુરા ગલાલપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું
  • કોન્સટેબલ લગ્નપ્રસંગ પતાવી પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા
  • પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિનેષભાઈ કનુભાઈ ડામોરનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. તેઓ લાગ્નપ્રસંગ પતાવી પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે કરોડીયાના ગલાલપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ફતેપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મિનેષભાઈ કનુભાઈ ડોમોર પોતાની બાઈક લઈ સાસરીમાંથી લગ્નપ્રસંગ પતાવ્યા બાદ વહેલી સવારે પરત ફતેપુરા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે ફતેપુરા નજીક કરોડીયાના ગલાલપુરા પાટિયા પાસે તેમનું અકસ્માત થયું હતું. જે અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ મિનેષભાઈના પરિવારને તથા તેઓ વહેલી સવારના જ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં પહોંચતા જ તેઓ મિનેષભાઈને મૃત હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા.  જો કે આ બાદ ફતેપુરાના પીએસઆઈ ને બનાવની જાણ કરાતા તેઓ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ બનાવથી મિનેષભાઈના સાથી કર્મી તેમજ તેમના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને પીએમ કરી મૃતદેહને પોતાના સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. જે બાદ આ બનાવ અંગે પોલીસે મિનેષભાઈના પત્નીની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud