દંપતિની વચ્ચેથી તેમના ત્રણ માસના બાળકને દિપડો ઉઠાવી ગયો
જંગલ વિસ્તારમાં બાળકના માસના ટુંકડાઓ નજરે પડતાં પરિવારજનો સ્તબ્ધ બન્યા
બનાવના પગલે સમગ્ર ગામામાં ઉહાપોહ મચી ગયો હતો
ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા દિપડાને પકડવા પાંજરા ગોઠવાયા
WatchGujarat. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં બનેલો ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં ટીંબા ગામે ઘરમાં ઊંડી નિંદરમાં સુઇ રહેલા દંપતિની વચ્ચેથી તેમના ત્રણ માસના બાળકને દિપડો ઉઠાવીને જંગલ વિસ્તારમાં લઈ જઈ મારણ કર્યુ હોવાનો બનાવ બનયો હતો. ત્રણ માસના બાળકના મોતના બનાવ પગલે આખા પંથકમાં ફફડાટ સહિત ખળભળાટ મચી જવા પામી હતી.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામે રહેતાં રમેશભાઈ ધનસુખભાઈ તડવી તથા તેમની પત્નિ અને તેમની સાથે તેમનો ત્રણ માસના માસુમ બાળક જયેશ રાત્રીના દશ વાગ્યાની આસપાસ પોતાની ઘરની ઓસરીમાં સુઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે વન્ય પ્રાણી ખંખાર દિપડો તેમની ઘરની ઓસરીમાં ઘસી આવ્યો હતો.
ઘરમા ઘસી આવેલો દિપડો માસુમ ત્રણ માસના જયેશને જોઈ ગયો હતો અને જયેશ કાળનો કોળિયો બની ગયો હતો. દિપડો નાના જયેશને ઉપાડી જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. દિપડો જયેશને ખેંચીને નજીકમાં આવેલ ચીલાકોટા રેન્જ કથોલીયાના જંગલમાં લઈ ગયો હતો. જ્યાં દિપડાએ જયેશનું મારણ કરી નાંખ્યું હતું.
ઓ બનાવ ટીંબા ગાને રાત્રીના સમયે બનતા સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. સવાર થતા જ પરિવારજનો બાળકની શોધમાં નીકળી પડ્યાં હતાં. જ્યાં જંગલ વિસ્તારમાં બાળકના માસના ટુંકડાઓ નજરે પડતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. આ બનાવ અંગેની જાણ સ્થાનીક ફોરેસ્ટ ખાતાના સત્તાધિશોને કરવામાં આવી હતી જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પણ તાત્કાલીક ધોરણે સ્થળ પર દોડી આવ્યાં હતાં. ત્રણ માસના મૃતક જયેશના મૃતદેહને જંગલમાંથી કબજે લઈ નજીકના દવાખા ખાતે પોસ્ટમોર્ટમ કરવા રવાના કરી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા દિપડાને પકડી પાડવા જંગલ વિસ્તારમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. ઘટનાને પગલે મૃતક જયેશના પરિવારજનોમાં શોખનો માહોલ વ્યાપી ગયો હતો.