• ડાંગ વન વિભાગ દ્વારા મહાલ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો
  • ત્રણ ઇકો કેમ્પ સાઈટ પ્રવસીઓની સેવામાં પ્રસ્તુત
  • સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ લઇ રહ્યા છે ડાંગની મુલાકાત

WatchGujarat. સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનું નામ સાંભળતા જ લીલીછમ હરિયાળી, રૌદ્ર અને મનમોહી લેનાર તેમજ અહેસાસ કરાવતી ખીણો, ખડખડ વહેતા સફેદ ઝરણાઓ તથા જળધોધ, ઊંચા ઊંચા ડુંગરો અને તેમજ હિંસક પ્રાણીઓ સાથેનું વિવિધ સૌંદર્ય દ્રશ્ય નજર સમક્ષ ઉભું થાય છે. ત્યારે ડાંગ વન વિભાગ દ્વારા વર્લ્ડ ફેમસ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ‘મહાલ’ ને વધુ લોકપ્રિય બનાવીને પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવ્યુ છે.

વધુમાં જણાવતા દિવાળીની સીઝનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ડાંગ જિલ્લાની મુલાકત લઇ રહ્યા છે. આહવા અને સાપુતારામાં લીલીછમ પ્રકૃતિને મન ભરીને માણવા વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓ ઉમટ્યા છે. ખડખડ વહેતા નદીનાળા શિયાળામાં અતિ શાંત બનીને વહેતી લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદી તેમજ પર્યટકો તેમાં આ પ્રવાસને જીવનભરનું સંભારણું બનાવી શકે તે માટે વનવિભાગે ખાસ કવાયત શરૂ કરી છે. વનવિભાગે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં આવેલી તેની ત્રણ ઇકો કેમ્પ સાઈટ ને નવા વાઘા પહેરાવી પ્રવાસીઓની સેવામાં પ્રસ્તુત કરી છે.

આ સાથે આહવાથી 32 કિલો મીટરના અંતરે આવેલી મહાલ આહવાના સીમાળે માંડ 7 કિલો મીટરના અંતરે આવેલી દેવીના માળ અને ડાંગ જિલ્લાના પ્રેવેશ દ્વાર વઘઇ પાસે આવેલી કિલાદ ખાતેની ઇકો કેમ્પ સાઈટ ખાતે પ્રવાસીઓને રહેવા જમવાની સુવિધાઓ સાથે પ્રકૃતિની નીરવ શાંતિનો અહેસાસ કરવાની તક ઉપલબ્ધ થઇ છે. તેમજ જાણકાર ગાઈડની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ પર્યટકો લઇ શકે છે.  આ સાથે ડાંગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું કે પ્રવાસીઓ ઈચ્છે તો ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકે છે. www.mahalcampsite.com પર બુકીંગ કરાવી શકે છે.આમ આ અંગેની તમામ વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે.  આ સાથે ડાંગ એક હિલસ્ટેશનના નામથી પ્રખ્યાત છે તેથી પ્રવાસીઓ આવીને પ્રાકૃતિક સૌંદર્ય માણી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud