રાજ્યમાં કુલ 18000 ગામડાંઓમાંથી 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર
આગામી 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે
29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવાર કરી શકશે,
આજથી 10,879 ગામોમાં એટલે કે 60 ટકા ગામડાઓમાં આચારસંહિતા લાગુ થઈ
WatchGujarat. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના કુલ 18000 ગામડાંઓમાંથી 10,879 ગામોમાં ચૂંટણી યોજાશે. આ તમામ ગામોમાં આચારસંહિતા લાગુ કરાઈ. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે. જે બાદ આગામી 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે. એક તરફ ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. 10,315 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપ સંગઠને પણ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષો માટે કેમ મહત્વની છે?
સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે. જેથી આ ચૂંટણી જીવતા માટે તમામ પક્ષો જમીન-આસમાન એક કરી રહ્યા છે. જેમાં ભાજપની તૈયારીઓ પૂર જોશમાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે.
- રાજ્યમાં કુલ 18000 ગામડાંઓમાંથી 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર
- આગામી 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે
- 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવાર કરી શકશે,
- આજથી 10,879 ગામોમાં એટલે કે 60 ટકા ગામડાઓમાં આચારસંહિતા લાગુ થઈ