• જૂનાગઢ ગિરનાર જનારા માટે મોટા સમાચાર સામે આવ્યા, ગિરનાર નેચર સફારી બંધ કરવાનો નિર્ણય લેવાયો
  • અચાનક જ ગિરનાર નેચર સફારી બંધ કરતા પ્રવાસીઓમાં રોષ
  • 10 દિવસ સુધી પરિક્રમાને લઈને સફારી બંધ કરવામાં આવી
  • પરિક્રમાના રૂટ પર સફારી રૂટ આવતો હોવાથી લેવાયો નિર્ણય

WatchGujarat. દિવાળીના તહેવારોમાં રજાઓ હોવાથી ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકોએ રાજ્યના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગિરનાર પર્વત, ગિર અભ્યારણ્ય અને ગિરનાર સફારી પાર્કમાં પણ હજારોની સંખ્યામાં લોકો ફરવા આવ્યા હતા. પરંતુ ગિરનાર જનારા માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે ચોમાસાની સીઝન બાદ ગીર અભ્યારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ જાણવા મળી રહ્યું છે કે ગિરનાર નેચર સફારી પાર્ક થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે.

ગીર અભ્યારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઈટ પર પરમીટ બુક કરાવી અહિંયા સિંહના દર્શન કરવા આવતાં હતાં. તેમજ વાતાવરણ વચ્ચે વન્યસૃષ્ટિનો માહોલ જોવાનો અનોખો નજારો જોવા મળતો હતો. સાથે સફારી પાર્ક ખુલ્લી જીપમાં પ્રવાસીઓને જંગલની વન્યવૃષ્ટિ થતા પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવા મળતો હતો. પરંતુ હવે આ બાબતને લઈને અચાનક જ ગિરનાર નેચર સફારી બંધ કરતા પ્રવાસીઓ રોષે ભરાયા તેવા અહેવાલો સામે આવ્યા છે.

વધુમાં જણાવતા 16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તેમજ સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે સરકાર દ્વારા કોરોના અંગેની ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જૂનાગઢની ગિરનાર નેચર સફારી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓ રોષે ભરાયા છે તેમજ પ્રવાસીઓ જે જૂનાગઢ કે ગિરનાર તરફ જનારાઓ માટે આ જાણવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આજથી તા. 19 સુધીનું બુકીંગ પણ કરવાનું બંધ કર્યું છે. પરિક્રમાને લઈને દસ દિવસ સુધી સફારી બંધ કરવાં આવી છે. તેમજ પરિક્રમાના રૂટ પર સફારી રૂટ આવતો હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે કોરોનાના કારણે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પરિક્રમા તો બંધ રાખવાનું નક્કી છે. પરંતુ પરિક્રમા યોજવા અંગે હજુ સરકાર આવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud