• મંગલને મળી મંગલા, બગીરાને બાબુલ, રીંછ, વાઈલ્ડ રેડ ડોગ અને વરૂનું જોડું ઉમેરાયું, હિપ્પોનું આગમન
  • હનીમૂન પણ જામ્યું, બ્લેક પેંથર અને લેપડનો સહવાસ કરતો વિડીયો સામે આવ્યો
  • સરદાર ઝુલોજીકલ પાર્કમાં નવા મહેમાનો (બચ્ચા)ના આગમન પણ થઈ રહ્યા છે

WatchGujarat. કોરોના વચ્ચે લગ્નસરાની મૌસમ નિયંત્રણો અને કરફ્યુ વચ્ચે પણ હાલ જામી રહી છે. આ મેરેજ સિઝનમાં વિશ્વની સૌથી ફાસ્ટેટ કેવડિયા SOU જંગલ સફારી પણ કેવી રીતે અલિપ્ત રહી શકે.

સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં હાલ નવી જોડીઓ બની રહી છે તો કેટલીક નવી જોડીઓ બહારથી લવાઈ છે, તો કેટલાક નવા મહેમાનોનું આગમન પણ થયું છે. અને હનીમૂન પણ જામી રહ્યાં છે. વિશ્વના સૌથી ફાસ્ટેટ ઝુલોજીકલ પાર્ક હેઠળ સરદાર પટેલ જંગલ સફારી કેવડિયા STATUE OF UNITY સ્થળે ઉભી કરવામાં આવી હતી. જ્યાં દેશ અને વિદેશના પ્રાણીઓ સાથે પશુ-પક્ષીઓનો પણ સમાવેશ કરાયો છે.

વિશાળ જગ્યામાં સરદાર સરોવર નર્મદા ડેમની સમીપ પહાડો અને વૃક્ષો વચ્ચે કુદરતી વાતાવરણમાં જ ઉભી કરેલી જંગલ સફારી દેશી અને વિદેશી પ્રાણીઓ તેમજ પક્ષીઓને પણ અનુકૂળ આવી જતા હવે પરિવાર વધારો પણ શરૂ થઈ ગયો છે. નવા મહેમાન (બચ્ચા)ના જંગલ સફારીમાં આગમન વચ્ચે હવે લગ્નસરાની મોસમ વચ્ચે જોડીઓ પણ બનવાની શરૂ થઈ જવા સાથે નવી જોડીઓ પણ લાવવામાં આવી છે.

જંગલ સફારીમાં આકર્ષણ વધારવા રીંછની જોડી, વાઈલ્ડ રેડ ડોગ અને વુલ્ફ (વરૂ) ની જોડી (કપલ) નો ઉમેરો કરાયો છે. તો 2500 કિલોના મંગલ (ગેંડા) માટે મંગલા અને બ્લેક પેંથર (બગીરા) માટે બાબુલ લેપડની જોડી બનાવવામાં આવી છે. જ્યારે હિપોપોટીમ્સને પણ લવાયો છે. મેરેજ સીઝનમાં જંગલ સફારીમાં જોડીઓ બનાવવા અને જામવા સાથે મેળાપરૂપે હનીમૂનની મોસમ પણ શરૂ થઈ ગઇ છે. જેમાં બ્લેક પેંથર અને લેપડ (દીપડા) નો સહવાસ કરતો દુર્લભ વિડીયો પણ સામે આવ્યો છે.

નવા આકર્ષણો ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણ લાવવામાં આવ્યા છે. જેને ટૂંક સમયમાં પ્રવાસીઓ જોઈ શકે એ માટે ખુલ્લા મુકાશે. હાલ તેમને જે એરિયામાં મુકવાના છે એ પાંજરાની કામગીરી ચાલુ છે. 375 એકરમાં ફેલાયેલી જંગલ સફારીમાં લાવવામાં આવેલા નવા પ્રાણીઓ સેટ પણ થઈ ગયા છે.

Facebook Comments Box

Videos

Our Partners