• ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગે આ આંકડાકીય માહિતી આપી
  • CCTV નેટવર્ક છતાં 53% ચોરાયેલી મોટરસાઇકલ હજુ પરત મળતી નથી
  • પોલીસના આધુનિકીકરણના મોટા દાવા માત્ર કાગળ ઉપર

 WatchGujarat.ગુજરાતમાં કોરોના મહામારીના વર્ષ 2020માં 4,937 મોટર સાઇકલની ચોરી થઇ છે. જો કે તે પૈકી 2,354 મોટર સાઇકલને શોધી કાઢવામાં આવી છે. આમ 2,583 મોટર સાયકલ એટલે કે 53 ટકા જેટલી મોટર સાઇકલને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. એક તરફ પોલીસને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી હોવા ઉપરાંત રાજ્યમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક પાથરવામાં આવ્યું હોવાના રાજ્ય સરકાર દાવા કરે છે પરંતુ મોટા ભાગના કિસ્સામાં તો લોકોને પોતાના ચોરાયેલા વાહન મળી શકતાં નથી એ પણ એક હકીકત છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે ગૃહ વિભાગે આ આંકડાકીય માહિતી આપી હતી. ગુજરાતમાં વર્ષ 2020માં કેટલી મોટર સાઇકલની ચોરી થઇ અને એ પૈકી કેટલા વાહનો શોધવામાં આવ્યા તે સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતુ કે વાહન શોધવા માટે અવાર- નવાર ડ્રાઇવ રાખવામાં આવે છે. ભંગારના સામાનની લે-વેચ કરનારા તેમજ શકમંદોની તપાસ કરાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1158 વાહન ચોરાયા છે. સુરતમાં 702, વડોદરા શહેરમાં 317,ભરૂચ જિલ્લામાં 199,દાહોદ જિલ્લામાં 149 મોટર સાયકલની ચોરી થઇ છે. વાહન ચોરીમાં જો કોઇ ઇસમ પકડાય તો તેની ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે. તેમ ગૃહમાં સરકારે જણાવ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners