• વડોદરા શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુના કિસ્સામાં સહાય મેળવવા જરૂરી દસ્તાવેજો હાથ વગા રાખવા
  •  સરકાર દ્વારા સહાય અંગે આગળની સુચના/ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે
  •  આ અંગે વડોદરા અધિક કલેક્ટર કુલદીસિંહ ઝાલાએ માર્ગદર્શક સૂચનાઓ આપી હતી

WatchGujarat. કોરોના કાળમાં અનેક પરિવારનાં માળા વિખેરાય ગયા છે.કોઇએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તો કોઇએ પોતાના સંતાનોને ગુમાવ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા સ્વજનો માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે. જે અંગે જરૂરી દસ્તાવેજો હાથ વગા રાખવા માટે વડોદરા અધિક કલેક્ટર કુલદીસિંહ ઝાલાએ માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

આ માટે કોરોનામાં મૃત્યુનાં કિસ્સામાં હાલમાં તેમના સગાઓએ RTPC/ રેપીડ એન્ટીજન ટેસ્ટ / મોલેકયુલર ટેસ્ટ (કોરોના ટેસ્ટ) થયેલ હોય તેની નકલ, મૃત્યુની નોધણી અંગેનુ પ્રમાણપત્ર (દાખલો)ની નકલ ઉપલબ્ધ ન હોય તો જયાં મરણ થયું હોય તે વિસ્તારના જન્મ – મરણ નોંધણી અધિકારીની કચેરીએથી મેળવી લેવાના રહેશે. વડોદરા મહાનગર પાલીકા વિસ્તારમાં મરણ થયેલ હોય તો જયાં મરણ નોંધવેલ હોય તે શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર (Urban Primary Health Centre) અથવા શહેરી જન્મ – મરણ નોંધણી કચેરી, કેવડાબાગ ખાતેથી મેળવવાનું રહેશે. જ્યારે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મરણ થયેલ હોય તો જયાં મરણ નોંધવેલ હોય તે સંબંધિત તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત કચેરી તથા ચીફ ઓફીસર સંબંધિત નગર પાલીકા નોટીફાઇડ (INA)વિસ્તાર પાસેથી મેળવી લેવાનું રહેશે.

-આ ઉપરાંત મેડીકલ સર્ટીફીકેશન ઓફ કોઝ ઓફ ડેથ (MCCD) ફોર્મ – 4 મૃત્યુનું કારણ દર્શાવતું તબીબી પ્રમાણપત્ર જે હોસ્પિટલમાં મૃત્યુ થયેલ હોય તે હોસ્પિટલમાથી પ્રમાણીત નકલ (ડોકટરના સહી સિકકા સાથે) મેળવવાની રહેશે.
– ઘરે મૃત્યુના કિસ્સામાં મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર જે તે હોસ્પિટલ અથવા ખાનગી તબીબી અધિકારી પાસેથી ફોમ – 4 (એ) પ્રમાણીત નકલ (ડોકટરના સહી સિકકા સાથે) મેળવવાની રહેશે.
– આ બંને કિસ્સામાં મૃત્યુના કારણ અંગેનું ડોકટરી પ્રમાણપત્ર ફોર્મ -4 અથવા ફોર્મ – 4(A) મળેલ/ ઉપલબ્ધ ન હોય અથવા મળેલ પ્રમાણપત્ર સામે વાંધો હોઇ તે કિસ્સામાં અરજદારે COVID – 19 Death Ascertaining Committee (CDAC) સમક્ષ અરજી કરવાની રહશે.જે માટે નીચે જણાવેલ સ્થળ પરથી તેનું નિયતનમુના અરજી પત્રક (પરિશિષ્ટ – ૩) મેળવી શકાશે.
-મહાનગર પાલિકા વડોદરા (વડોદરા મ્યુ. કો.) માટે નજીકના શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર (Urban Primary Health Centre) ખાતેથી અથવા વડોદરા મહાનગર પાલીકાની વેબસાઇટ vmc.gov.in ઉપરથી નિયત નમુના (પરિશિષ્ટ – 3) મેળવી લેવાનું રહેશે.
-જ્યારે વડોદરા જિલ્લા (ગ્રામ્ય) માટે સંબંધિત તાલુકા હેલ્થ કચેરી અથવા vadodaradp. gujarat.gov.in ખાતેથી મેળવી લેવાનું રહેશે.
– જે પરીશિષ્ટ – 3માં દર્શાવેલ બિડાણ (ચેકલીસ્ટની યાદી) મુજબ અથવા નીચે જણાવેલ દસ્તાવેજો સામેલ કરી અરજી તે જ કચેરીમાં કરવાની રહેશે.
(૧) મરણનું પ્રમાણપત્ર
(ર) અપ્રાપ્ય પ્રમાણપત્ર અથવા હોસ્પિટલ/ ખાનગી તબીબ દ્વારા અપાયેલ ( ફોર્મ – અથવા ફોર્મ -4 (એ)ની પ્રમાણીત (ડોકટરના સહી સિકકા સહીત) નકલ
(3) ઇન્ડોર કેસ પેપર્સ (દાખલ થયેલ દર્દના કિસ્સામાં)
(૪) ઘરે મૃત્યુના કિસ્સામાં દર્દીએ સ્થાનીક તબીબની સારવાર લીધી હોય તેની વિગતો તથા આઘાર પુરાવા
(૫) દર્દીના કરવામાં આવેલ વિવિધ પરિક્ષણ જેવા કે (લેબોરેટરી પરિક્ષણ, રેડીયોલોજી પરિક્ષણના પુરાવા)

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનામાં મૃત્યુ અંગેની સહાય મેળવવા બાબતે ઉપર મુજબ જરૂરી – દસ્તાવેજ/ પુરાવા એકત્ર કરી અરજદારે પોતાની પાસે જ રાખવાના રહેશે અને હવે પછી રાજય સરકાર દ્વારા સહાય અંગે આગળની સુચના/ માર્ગદર્શિકા સહાય ચુકવણી અંગેની કાર્યપદ્ધતી જાહેર કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud